બાળકોને ફોન આપવાની આદત તેમને વધુ ગુસ્સાવાળા બનાવે છે

Saturday 22nd May 2021 07:26 EDT
 
 

તમારા બાળકોને મનાવવા અને શાંત કરવા તમે એમને હાથમાં સ્માર્ટફોન પકડાવી દેતા હોવ તો સાવધ થઈ જાઓ. સ્માર્ટ ફોનથી બેથી ત્રણ વર્ષના બાળકો પર પડતી અસર વિશે અમેરિકી વિજ્ઞાનીઓએ કરેલા સંશોધન ચોંકાવનારા છે. સંશોધકોનું કહેવું છે કે બાળકોને ફોન આપવાથી તેમનામાં ગુસ્સો વધે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે સ્માર્ટફોન પર કાર્ટૂન જોતાં રહેતા બેથી ત્રણ વર્ષના બાળકોના વર્તન પર નજર રાખવામાં આવી હતી. વાલીઓને પણ બાળકો સ્માર્ટફોનનો કેટલો ઉપયોગ કરે છે તે વિશે પૂછપરછ કરવામાં આવી. બાળકો ટીવી, વીડિયો, ગેમ્સ, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોનનો કેટલો ઉપયોગ કરે છે તેની જાણકારી એકત્ર કરવામાં આવી હતી. બાળકો શાંત રહે તે માટે વાલીઓએ તેમને ગેજેટ્સ પકડાવી દીધા હતા, જ્યારે તે ગેજેટ્સ પાછા લેવામાં આવ્યા તો ગુસ્સો પહેલાંના મુકાબલે વધી ગયો. સંશોધનકર્તા સાલાહ કોએન કહે છે કે બાળકોની લાગણીઓને અંકુશમાં રાખવા તેઓ ફોન, ઓડિયો અને વીડિયો ના જુવે તેની તકેદારી રાખો. રોયલ કોલેજ ઓફ પીડિયાટ્રિક્સ એન્ડ ચાઇલ્ડ હેલ્થની ગાઇડલાઈન કહે છે કે ૧૮ મહિનાથી નાની ઉંમરના બાળકોને ગેજેટ્સ આપવાનું ટાળો. 5 વર્ષના બાળકોને દિવસમાં 1 કલાકથી વધુ સમય માટે તેનો ઉપયોગ ન કરવા દો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter