બોલવા અને ગળવામાં મુશ્કેલી રહે તો પાર્કિન્સનની શરૂઆતનો સંકેત

Friday 20th January 2023 04:48 EST
 
 

તાજેતરના એક તબીબી અભ્યાસનું તારણ કહે છે કે જો કોઈ વ્યક્તિને ભોજન ચાવવા, ગળવા કે બોલવામાં મુશ્કેલી થઈ રહી છે. સાથે સાથે જ ભાવનાત્મક પરિવર્તન ઝડપથી થઈ રહ્યા છે તો આ પાર્કિન્સનની શરૂઆતના સંકેત હોઈ શકે છે. આ લક્ષણોની સાથે ઊંઘ આવવામાં સમસ્યા અને કબજિયાતની ફરિયાદ પણ હોઈ શકે છે. પાર્કિન્સન નર્વસ સિસ્ટમ સાથે સંબંધિત એવો રોગ છે જેમાં મગજ સુધી સબસ્ટેનિયા નાયગ્રા નામના ભાગમાં નર્વ કોશિકાઓ મૃતઃપ્રાય થવા લાગે છે. તેનાથી વ્યક્તિની શારીરિક અને માનસિક ગતિવિધિઓ પ્રભાવિત થવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે પાર્કિન્સનની બીમારી થવાના ચોક્કસ કારણો અને સાચા લક્ષણો અંગે વિજ્ઞાનીઓ કે તબીબી નિષ્ણાતો નક્કર જાણકારી ધરાવતા નથી. પ્રારંભમાં આ બીમારી શરીરના કોઈ એક અંગમાં ધ્રુજારી સાથે શરૂ થઈને સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. ગંભીર પીડિત વ્યક્તિ લાગણીહીન બની શકે છે. તેના માટે પાંપણ પણ ઝપકાવવાનું મુશ્કેલ બની જતું હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter