બોવેલ કેન્સર માટે સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવી લેવો અત્યંત આવશ્યક

આંતરડાનાં કેન્સરના સ્ક્રીનિંગ વિશે તમારા પ્રશ્નોના નિષ્ણાત દ્વારા ઉત્તર

Tuesday 30th August 2022 11:18 EDT
 
 

બાર્કિંગ, હેવરિંગ એન્ડ રેડબ્રિજ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટ ખાતે કોલોરેક્ટરલ સર્જન ડો. સાસ બેનરજીએ નિઃશુલ્ક NHS બોવેલ કેન્સર સ્ક્રીનિંગ કીટ મોકલવામાં આવી છે તેવા લંડનવાસીઓને કીટ મળવાની સાથે ટેસ્ટ પૂર્ણ કરી પરત મોકલવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે,‘આ ટેસ્ટ કરવો ઝડપી અને સરળ છે. આ કોઈ લક્ષણ નહિ ધરાવતા લોકો માટે છે અને મોટા ભાગના લોકોને વધુ ઈન્વેસ્ટિગેશન્સની જરૂર પડતી નથી. આથી, જો તમને કીટ મોકલાઈ હોય તો, મહેરબાની કરી તેનો ઉપયોગ કરશો.’
બોવેલ કેન્સર સ્ક્રીનિંગ બોવેલ કેન્સરને અટકાવી શકે છે અથવા જે તબક્કામાં સારવાર સરળ હોય તેવા વહેલા તબક્કે તેને શોધી-ઓળખી શકે છે.
સંશોધનો દર્શાવે છે કે જે લોકો પોતાના ટેસ્ટ પરિપૂર્ણ કરે છે તેમના આંતરડાના કેન્સરથી મોત પામવાની શક્યતા 25 ટકા ઓછી રહે છે.
આમ છતાં, બાકીના ઈંગ્લેન્ડની સરખામણીએ લંડનમાં અને ખાસ કરીને વંશીય લઘુમતી કોમ્યુનિટીઝની વધુ વસ્તી સાથેના બરોઝમાં બોવેલ કેન્સર સ્ક્રીનિંગ કરવાનું પ્રમાણ ઓછું છે.

પ્ર. બોવેલ કેન્સર સ્ક્રીનિંગ માટે કોણ લાયક ગણાય છે?
આ ટેસ્ટ 56થી 74 વયજૂથની કોઈ પણ વ્યક્તિ માટે છે. ઈંગ્લેન્ડમાં GP પાસે રજિસ્ટર્ડ હોય તેવી કોઈ પણ વ્યક્તિને તેમના ઘરના સરનામે આ ટેસ્ટ કીટ આપમેળે મોકલી અપાય છે.
પ્ર. યોગ્યતા ઘરાવતા સાઉથ એશિયન માટે બોવેલ કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ પૂર્ણ કરવાનું શા માટે મહત્ત્વનું છે?
યુકેમાં ખાસ કરીને સાઉથ એશિયન કોમ્યુનિટીના વયસ્ક લોકો સ્ક્રીનિંગમાં ભાગ લેવાની ઘણી ઓછી રહે છે.
બોવેલ કેન્સરને અટકાવવા અથવા તેની સારવાર જ્યારે સરળ હોય તેવા વહેલા તબક્કે તેનું નિદાન કરી શકાય તે માટે બોવેલ કેન્સર સ્ક્રીનિંગ સૌથી શ્રેષ્ઠ માર્ગોમાં એક છે.

પ્ર. આ ટેસ્ટ કેવી રીતે પૂર્ણ કરાય છે?
તમારો બોવેલ કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ સાદો અને કરવા માટે સહેલો છે. તમારે તમારા મળનો સ્પર્શ કરવાની જરૂર નથી. તમારા મળને રાખવા કન્ટડેઈનર અથવા ટોઈલેટ પેપરનો ઉપયોગ કરો. આ પછી, તમને ટેસ્ટમાં આપેલી પ્લાસ્ટિકની સળી-સ્ટિકનો ઉપયોગ કરી થોડું સેમ્પલ એકત્ર કરો. આ સળીને સેમ્પલ બોટલમાં મૂકી દો, તેને સીલ કરી બંધ કરો અને લેબોરેટરીમાં ટેસ્ટ માટે NHS ને મોકલી આપશો- કોઈ સ્ટેમ્પની જરૂર નથી. આ ટેસ્ટ કેવી રીતે કરવો તેનો ટુંકો ટ્યૂટોરિયલ પણ www.nhs.uk/bowel પર નિહાળી શકો છો.

પ્ર. લેબોરેટરીમાં શેની તપાસ કરાય છે?
લેબોરેટરીમાં મળના સેમ્પલમાં લોહીના અલ્પ પ્રમાણ માટેની તપાસ કરવામાં આવે છે. મળમાં લોહી નાની ગાંઠ- polyps અથવા આંતરડાના કેન્સની નિશાની હોઈ શકે છે. polyps - ગાંઠ આંતરડામાં વધેલી હોય છે. તેઓ કેન્સર નથી પરંતુ, સમય જતાં તે કેન્સરમાં બદલાઈ શકે છે.

પ્ર. કોઈ વ્યક્તિ તેમની બોવેલ કેન્સર સ્ક્રીનિંગ કીટનો ઉપયોગ ન કરે તો અન્યને આપી શકે?
ના, તમને મળેલી બોવેલ કેન્સર સ્ક્રીનિંગ કીટ ખાસ તમારા માટે જ હોય છે અને માત્ર તમારા દ્વારા જ તેનો ઉપયોગ કરાવો જોઈએ. તેમાં તમારા NHS નંબર સહિતની ખાનગી માહિતીનો સમાવેશ થયો હોય છે.

પ્ર. આંતરડાના કેન્સરનાં શું લક્ષણો હોય છે?
નિઃશુલ્ક NHS બોવેલ કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ કોઈ લક્ષણ નહિ ધરાવતા લોકો માટે છે. જો તમને ત્રણ કરતાં વધુ સપ્તાહથી નીચેમાંથી કોઈ પણ લક્ષણ હોય તો તમે તાજેતરમાં બોવેલ કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવ્યો હોય તો પણ તમારા GP નો સંપર્ક કરશોઃ
• આંતરડાની પ્રક્રિયા કે આદતમાં સતત અને ન સમજાય તેવું પરિવર્તન જેના કારણે તમારે વારંવાર ટોઈલેટ જવું પડે અને પાણી જેવાં ઝાડાની ફરિયાદ કરવી પડે.
• તમારા મળમાં લોહી દેખાવું અથવા નિતંબમાંથી રક્તસ્રાવ થવો
• પેટ-હોજરી અથવા નિતંબમાં દુઃખાવો
• વિનાકારણ વજન ઘટવું
• કૂલા- નિતંબમાંથી ખેંચાણની સંવેદના
• તમારા પીઠના માર્ગે અથવા પેટના ભાગે ઉપસેલો ગઠ્ઠો
• થાક -નબળાઈ

પ્ર. જો કોઈને વધુ માહિતી જોઈતી હોય તો શું કરવું જોઈએ?
વધુ માહિતી મેળવવા માટે વેબસાઈટ https://www.healthylondon.org/BCS ની મુલાકાત લેશો અથવા ફ્રી બોવેલ કેન્સર સ્ક્રીનિંગ હેલ્પલાઈન 0800 707 6060 પર ફોન કરવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter