મગજને બ્રેક આપોઃ નિષ્ક્રિયતા પણ જરૂરી છે!

(તન-મનની સુખાકારી માટે...)

Saturday 29th August 2026 08:47 EDT
 
 

નિષ્ક્રિયતા પણ મગજ માટે ફાયદાકારક હોય છે. જર્મન-બ્રિટિશ નિષ્ણાતો દ્વારા થયેલા એક સંશોધનના તારણ મુજબ, આરામની સ્થિતિમાં મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવ થઈ જાય છે, જે યાદશક્તિ, ક્રિએટિવ વિચારો અને માનસિક સંતુલનને સુધારવામાં મદદ કરે છે. સતત સક્રિય રહેતા મગજને એક નાનકડો બ્રેક આપવાથી ત્રણ મુખ્ય ફાયદા થાય છે. જેમ કે,
1) મગજ રિસેટ થાય છેઃ સતત કામ કરવાથી થાક વધે છે, પરંતુ થોડા સમય માટે કંઈ ન કરવાથી મગજ તાજગી મેળવે છે અને વિચારવાની ક્ષમતામાં સુધારો થાય છે.
2) સર્જનાત્મકતામાં વધારો: તમે જ્યારે નિષ્ક્રિય રહો છો ત્યારે તમારું મન નવા વિચારો અને ઉકેલો પર કામ કરે છે. સારા વિચારો ઘણીવાર નવરાશની પળોમાં આવે છે એ હંમેશા યાદ રાખો.
3) ચિંતા ઓછી થાય છેઃ મગજને બ્રેક આપવાની આદત શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સનું પ્રમાણ ઘટાડે છે. જે મનને શાંતિ આપે છે અને તમે થોડી હળવાશ અનુભવો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter