તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે. જોકે 3 જૂન, 1942ના જન્મેલા એટલે કે આજે 82 વર્ષનાં સારાહ બ્લેકમેને 5 મિનિટ અને 20 સેકન્ડ સુધી પ્લેન્ક કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે વર્લ્ડ રેકોર્ડ વિશે કહ્યું કે, બે વર્ષ પહેલા સમય પસાર કરવા માટે તેમણે હળવી કસરતો કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ, હવે એવો સમય આવ્યો છે કે, કસરત કર્યા વિના દિવસ પસાર થતો નથી.