ભારતીય ભોજનમાં કાળા મરી આગવું સ્થાન ધરાવે છે. આથી જ ભોજનમાં તેનો વિવિધ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એક નવા અભ્યાસ અનુસાર કાળા મરીનું મધ સાથે સેવન કરીને હાર્ટએટેકથી બચી શકાય છે. સાથે સાથે જ ડાયાબિટીસના દર્દીઓને પણ રાહત મળે છે. સ્ટડીમાં કહેવાયું કે કાળા મરી આરોગ્ય માટે ઘણા લાભકારક છે. શરદી, ખાંસી તથા સળેખમ માટે પણ કાળા મરી અકસીર ઔષધી છે. જે લોકોને ખાંસીની તકલીફ રહેતી હોય તેમણે મધ સાથે કાળા મરીનું સેવન કરવું જોઇએ. કાળા મરીમાં રહેલા કાર્ડિયોપ્રોટેક્ટિવ તત્વો હાર્ટને ગંભીર બીમારીથી બચાવે છે અને હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઘટાડે છે. કાળા મરીનું સેવન કરવા માટે તેના પાઉડરને ગરમ પાણીમાં ઉકાળીને મધ સાથે લઈ શકાય છે. બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં પણ કાળા મરી લાભકારક હોવાનું સ્ટડીમાં કહેવાયું છે. જો કાળા મરીનું મધ સાથે નિયમિત સેવન કરાય તો બ્લડ સુગર નિયંત્રિત રહે છે. સંશોધકો કહે છે કે જેમને સાંધામાં દુખાવો હોય તેમણે કાળા મરીનું સેવન કરવું જોઇએ.