કોઇપણ વ્યક્તિને માઈગ્રેન શબ્દ સાંભળતા જ મગજમાં સૌથી પહેલા અસહ્ય માથાના દુખાવાનો વિચાર આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવું માઈગ્રેન પણ હોય છે જેમાં માથામાં દુખાવો નથી થતો પરંતુ માત્ર ચક્કર આવે છે? તબીબી નિષ્ણાતો આને વેસ્ટિબુલર માઇગ્રેન તરીકે ઓળખાવે છે. વેસ્ટિબુલર માઇગ્રેન એક એવો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે આપણા શરીરનું સંતુલન બગાડી દે છે.
કેલિફોર્નિયા યુનિ.ના પ્રોફેસર ડો. જેફ્રી શેરોન આને એક એવી સૌથી સામાન્ય બીમારી કહે છે, જેના વિશે લોકોએ ક્યારેય સાંભળ્યું જ નથી. નોર્મલ માઇગ્રેન કરતાં અલગ સામાન્ય માઈગ્રેનમાં મગજની નસો સક્રિય થવાથી ભારે માથાનો દુખાવો થાય છે જ્યારે વેસ્ટિબુલર માઈગ્રેન કાનની અંદરના વેસ્ટિબુલર સિસ્ટમને અસર કરે છે, જે શરીરનું સંતુલન અને આંખોની મૂવમેન્ટ સંભાળે છે. જેથી ચક્કર આવવા, તેજરોશની અને ગંધ પ્રત્યે સંવેદનશીલતા વધી જાય છે.
કોને વધારે જોખમ,
બચાવ કેવી રીતે?
એન્ગઝાયટી, ડિપ્રેશન, માથામાં ઈજા અથવા માઈગ્રેનનો પારિવારિક ઇતિહાસ આ બીમારીનું જોખમ વધારે છે. આનાથી બચવા માટે સારી ઊંઘ લેવી, સ્ટ્રેસ ઘટાડવો અને આલ્કોહોલનું સેવન ટાળવું જરૂરી છે.


