મોટી ઉંમરે કસરત કરવાથી યાદશક્તિ સારી રહે

Wednesday 23rd January 2019 02:43 EST
 

લંડનઃ મોટી વયે વ્યક્તિના મગજમાં અલ્ઝાઈમરના ચિહ્નો જોવા મળતાં હોય તો પણ તેઓ જો સક્રિય હોય તો તેમની યાદશક્તિ અને વિચાર કરવાની ક્ષમતા અકબંધ જળવાઈ રહેતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું.

વિજ્ઞાનીઓએ મૃત્યુ મામતાં પહેલા ૪૫૪ વૃદ્ધોની શારીરિક પ્રવૃત્તિઓનો બે વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. શિકાગોની રશ યુનિવર્સિટીના આરોન બુચમેને જણાવ્યું હતું કે જે લોકો હરતાં ફરતાં હતાં તેમની વિચાર ક્ષમતા અને યાદશક્તિ બેઠાડુ જીવન જીવતા લોકોની સરખામણીમાં વધુ હતી. જે લોકોને ડિમેન્શિયાની બીમારી ન હોય તેવા લોકો ડિમેન્શિયાથી પીડાતા લોકો કરતાં લગભગ ૪૦ ટકા વધુ સક્રિય હતાં. બુચમેને ઉમેર્યું હતું કે જોકે, વિચારશક્તિ ગુમાવે તેમ વ્યક્તિ પોતાની શારીરિક સક્રિયતા ગુમાવે તેવી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter