યુવા પેઢીને એકલતા વધારે અસર કરતી હોય છે

Thursday 11th March 2021 04:50 EST
 
 

સામાન્ય જનધારણા એવી છે કે કોઈ એક નિશ્ચિત ઉંમરે જ લોકો એકલતાથી પીડાઈ છે. જ્યારે તમે જીવનમાં કોઈ એક ઉંમરના પડાવ પર પહોંચો ત્યારે તમને એકલતા કોરી ખાતી હોય છે, પરંતુ જો તાજેતરના અભ્યાસ અને વર્તનની પેટર્નને સાચી માનવામાં આવે તો એકલતા તમામ વયના લોકોને લાગુ પડે છે. આજકાલ યુવાન પેઢી વધારે એકલતા અનુભવી રહી છે.
ઇન્ટરનેટ આધારિત માર્કેટ રિસર્ચ ફર્મ યુગોવના જણાવ્યા અનુસાર યુકેમાં ૨,૦૦૦ કરતા વધારે વયસ્કોએ, લગભગ ૩૧ ટકા યુવાનોએ, એકલતાનો સ્વીકાર કર્યો હતો. સર્વેમાં એવું પણ જણાવાયું કે, એક બાજુ ૨૪ ટકા યુવાન લોકોએ જીવનના કેટલાક તબક્કે એકલતાનો સ્વીકાર કર્યો છે. ૭ ટકા લોકોએ એવું જણાવ્યું કે તેઓ દરરોજ એકલતા અનુભવી રહ્યા છે. મજાની વાત એ છે કે ફક્ત ૨ ટકા વૃદ્ધોએ એવું જણાવ્યું કે તેમને દરેક સમયે એકલતા કોરી ખાય છે. તારણ પર પ્રકાશ ફેંકતા યુગોવે એવું જણાવ્યું કે આજના માહોલમાં યુવાન લોકો અનેક પ્રકારના પડકારોથી પીડાઈ રહ્યાં છે. શહેરોમાં નોકરી અને ઘર શોધવાનું કારણ પણ યુવાનોમાં હતાશા લાવી રહ્યા છે.
આ ઉપરાંત સરવે અનુસાર ૧૮થી ૨૪ વર્ષના ૪૬ ટકા લોકો નવા મિત્રોને શોધવામાં મુશ્કેલી અનુભવે છે. સુખી રહેવાનો તથા માનસિક રીતે તંદુરસ્ત રહેવાનો મૂળ મંત્ર એટલે મિત્રો બનાવવા અને નવા સંબંધો વિકસિત કરવાનો છે. તેથી જો લોકો આવું ન કરી શકતા હોય તો તે એક સંશોધનનો વિષય છે. સંશોધકોએ કહ્યું કે જીવનના દરેક તબક્કે કોઈને કોઈ વ્યક્તિએ એકલતા અનુભવી જ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter