લવિંગ ભોજનની લિજ્જત વધારે છે અને શરીરનું વજન ઘટાડે છે

Monday 06th December 2021 11:50 EST
 
 

વોશિંગ્ટનઃ દરેક ભારતીય ઘરમાં લવિંગ હોય જ છે. લવિંગ એક એવો તેજાનો છે જે ભોજનનો સ્વાદ અને લિજ્જત વધારે છે તો આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. હવે એક નવા સ્ટડીમાં એવું બહાર આવ્યું છે કે લવિંગનું નિયમિત ધોરણે સેવન કરવાથી વજન પર કાબૂ મેળવી શકાય છે. નિયમિત રીતે લવિંગ ચાવવાથી મેદસ્વિતા ઘટાડી શકાય છે. લવિંગ વિટામિન સી, ફાયબર, મેંગેનીઝ, એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન કેથી ભરપૂર હોય છે.
ભોજનમાં લવિંગનો સમાવેશ કરવાથી પણ ઘણા લાભ થાય છે. લવિંગ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તે તણાવને ઘટાડીને જલન અને સોજાને પણ ઓછો કરવામાં સહાયક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લવિંગ ગુણકારી હોવાનું સંશોધકોએ જણાવ્યું છે. અમેરિકાની એક યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં આ તારણો નીકળ્યા છે.
સંશોધકોએ વધારે વજનથી પીડાતા કેટલાક લોકોને નિયમિત રીતે લવિંગ ખાવા આપ્યા હતા અને થોડા સમય બાદ તેમણે નોંધ્યું હતું કે જે લોકોએ લવિંગ ખાધા હતા તેમના વજનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આ પછી સંશોધકોએ મેદસ્વી લોકોને નિયમિત લવિંગ ખાવાની સલાહ આપી છે. મેદસ્વિતાથી પીડિત લોકોને પ્રતિદિનના ધોરણે કેટલાક લવિંગ આપવામાં આવ્યાં હતાં, જેનાથી તેમનાં લોહીમાં પણ સુધારો જોવા મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter