વધતી વયે કઇ રીતે લેશો હાડકાંની સંભાળ?

Wednesday 15th March 2023 05:20 EDT
 
 

જીવનની કેટલીક પાયાની બાબતો આપણે સહુ જાણતાં હોઇએ છીએ, અને તેમ છતાં તેના પ્રત્યે આપણે આપવું જોઇએ તેટલું ધ્યાન આપતાં નથી. પરિણામે આપણે જ હેરાનગતિનો ભોગ બનવું પડે છે. જેમ કે, પચાસ અથવા સાઠ વર્ષની વયે શરીરમાં હાડકાંનો દુખાવો અને સાંઘોનો દુખાવો થવા લાગે છે. ખાસ કરીને મહિલાઓને મેનોપોઝ પછી ઓસ્ટિઓપોરોસિસ અથવા ઓસ્ટિઓઆથ્રોઇટિસ જેવી તકલીફો પણ થાય છે. આપણામાંથી મોટા ભાગના આ હકીકત જાણવા છતાં હાડકાંની કાળજી લેવામાં લાપરવાહી વર્તતા જોવા મળે છે. આ સ્થિતિ નિવારીને હાડકાંની પૂરતી સંભાળ લેવામાં આવે તો ઘણી મુશ્કેલીઓને આવતાં પૂર્વે જ ટાળી શકાય છે. વધતી વયે હાડકાંને મજબૂત રાખવા માટે ઉપયોગી ટિપ્સ અહીં આપી છે.

• ખોરાકઃ આપણે શું ખાઇએ છીએ તેના પર ખાસ હાડકાંની મજબૂતાઇનો આધાર છે. કેલ્શિયમ હાડકાંની મજબૂતાઇનો આધાર છે. કેલ્શિયમ અને વિટામીન ડી હાડકાંની મજબૂતાઇ માટે મહત્ત્વનાં છે. કેલ્શિયમથી ભરપૂર આહાર જેવા કે ડ્રાયફ્ટ્સ, બ્રોકોલી, લીલા પાંદડાવાળા શાકભાજી, દહીં, સોયાબીન, પાલક વગેરે ખાસ ખાવા જોઇએ. દૂધ, ચીઝ, પનીર વગેરેમાં કેલ્શિયમ વધારે રહેલું છે અને તે પણ હાડકાંને મજબૂત બનાવે છે. આથી આહારમાં આ તમામનો સમાવેશ કરવો જોઇએ.
વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે છે. તદુપરાંત, દૂધ, બ્રેકફાસ્ટ સિરિઅલ્સ, દહીં, ફળો અને જ્યુસ વગેરેમાંથી પણ વિટામીન ડી મળે છે. સંતુલિત આહાર જેમાં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને વિટામીન ડી હોય તો ખાવાથી હાડકાંને પૂરતા પ્રમાણમાં વિટામીન ડી મળી રહે છે.

• કસરતઃ દરરોજ અડધા કલાકની કસરત કરવાથી વઘતી વયે હાંકડાની અને સ્નાયૂઓ મજબૂત રહે છે. સાદી કસરતો જેમ કે, યોગ, તાઇ ચી, ચાલતા જવું વગેરેથી પણ હાડકા સ્વસ્થ રહે છે. જો તમે નિયમિત કરસર કરતા હો, તો વધતી વયે હાડકાં મજબૂત રહે તે માટે પુશ-અપ્સ તેમ જ વજન ઉઠાવવાની કસરત સૌથી સારી રહે છે. છતાં ડોક્ટરની સલાહ લીધા વિના કસરત કરવી નહીં, ખાસ કરીને જેમને પહેલાં ફ્રેક્ચર થયેલું હોય, કસરત કરવાથી થાક લાગતો હોય તેઓ એલિપ્લિકલ અથવા સ્ટેર-સ્ટેપ મશીન્સ સાથે કસરત કરી શકે છે. સ્ટ્રેચ બેન્ડની મદદથી સ્નાયૂઓ મજબૂત થાય છે.
• આદતો બદલોઃ ઘણા લોકોને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવી જેમ કે ધૂમ્રપાન, કોલ્ડડ્રિંક, ચો-કોફીનું વધુ પડતું સેવન જેવી આદત ધરાવતા હોય છે. આના કારણે વધતી વયે હાંડકાં નબળો પડે છે. સોડિયમ, કેફિન, કાર્બોહાઇડ્રેટયુક્ત પીણાં વગેરે પોષતતત્ત્વોને શરીરમાંથી શોષી લે છે. તમારા શરીરના વજનને અનુરૂપ સ્વસ્થ બોડી માસ ઇન્ડેક્સને જાળવી રાખો.
• પ્રોએક્ટિવ પ્લાનિંગઃ જો પરિવારમાં કોઇને પહેલાંથી જ ઓસ્ટિઓપોરોસિસ અથવા ફ્રેક્ચર થયાં હોય તો તે અંગે ડોક્ટર સાથે ચર્ચા કરો. ડોક્ટર હાડકાં સ્વસ્થ રહે તે માટે પ્રોએક્ટિવ પ્રોગ્રામ અંગે જણાવશે. દાખલા તરીકે તમને ઓસ્ટિઓપોરોસિસ થવાની કેટલી સંભાવના છે તે અંગે ડોક્ટર માહિતી આપશે. જરૂર પડ્યે - ડોક્ટરની સંમતિ સાથે - થોડા થોડા સમયે બોન ડેન્સિટી સ્ક્રેન કરાવી શકો. સંશોધનો જણાવે છે કે ઓસ્ટિઓપોરોસિસ વારસાગત પણ થાય છે. તેથી હાડકાને કોઇ પણ પ્રકારને નુકસાન જ પહોંચે તે માટે આ જાણકારી મેળવવી જરૂરી છે. નિયમિત રીતે આર્થરાઇટિસ, અસ્થમા વગેરેની દવાઓ લેવાથી પણ હાડકાં સ્વથ્ય રહે છે. આ માટે તમારા ડોક્ટર સાથે ચર્ચા અવશ્ય કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter