વય વધવા સાથે સોનેરી વાળ ઘેરા કેમ બની જાય છે?
કેટલાંક બાળકોનાં વાળ સોનેરી હોય છે, પરંતુ વય વધવા સાથે તે ઘેરા અથવા કાળા રંગના બની જાય છે. આવો બદલાવ શાથી આવતો હશે? ટુંકમાં કહીએ તો વાળનો રંગ જીન્સની આંતરિક રમત, રંગ ઉત્પાદક કોષો અને બાળપણની ઉત્તરાવસ્થામાં હોર્મોન્સ દ્વારા નિયંત્રિત હોય છે. વાળના રંગમાં અનેક જનીનો સંકળાયેલા હોય છે તે સમજાય છે, પરંતુ કેટલાંક બાળકોનાં સોનેરી વાળ સમયાંતરે કાળા થઈ જાય છે અને કેટલાકના વાળ જીંદગીભર સોનેરી જ રહે છે તેનું રહસ્ય વિજ્ઞાનીઓને હજું સમજાતું નથી. વાળનો રંગ મેલાનીન નામના પિગમેન્ટ અથવા રંગદ્રવ્યને આભારી હોય છે જેનું ઉત્પાદન વાળના મૂળની કોશિકામાં રહેલા મેલાનોસાઈટ્સ નામના વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. મેલાનીનના બે મુખ્ય પ્રકાર ઈયુમેલાનીન અને ફીઓમેલાનીન છે. ઈયુમેલાનીન બ્રાઉન અને બ્લેક રંગ પેદા કરે છે જ્યારે ફીઓમેલાનીન વાળને પીળો અને લાલ ટોન-ઝાંય આપે છે. કોશિકામાં રહેલા મેલાનીનનાં પ્રકાર અને પ્રમાણથી તેમાંથી ઉગનારા વાળનો રંગ નક્કી થાય છે. ઈયુમેલાનીનનું પ્રમાણ વધુ હોય તો વાળ ઘેરા બને છે. સગર્ભાવસ્થામાં એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઊંચુ હોવાથી ઈયુમેલાનીનનું ઉત્પાદન વધવાથી વાળનો રંગ ઘેરો થાય છે. જોકે, વાળની કોશિકાઓ-ફોલિકલ્સની એક્ટિવિટી બાળપણની અવસ્થામાં નિશ્ચિત રહે તે જરૂરી નથી. બાળક મોટું થાય ત્યારે પિગમેન્ટ્સના ઉત્પાદન પર નિયંત્રણ રાખતાં બાયોલોજિકલ સિગનલ્સ પણ બદલાય છે. સોનેરી વાળ સાથેના બાળકો કિશોરાવસ્થા એટલે કે 10થી 13 વર્ષનીા વયમાં પ્રવેશે ત્યારે વાળ ઘેરા રંગના થતાં હોવાનું દેખાઈ આવે છે. કિશોરાવસ્થામાં હોર્મોન્સ બદલાય છે. એસ્ટ્રોજેન્સ અને એન્ડ્રોજેન્સના લીધે ઈયુમેલાનીનનું ઉત્પાદન વધે છે અને ધીરે ધીરે વાળનો રંગ પણ ઘેરો કે કાળો થતો જાય છે. જે બાળકોનાં વાળ સોનેરી જ રહે છે તેને માટે ઈયુમેલાનીન રંગદ્રવ્યનું ઉત્પાદન જિનેટિકલી ઘટવાનું હોઈ શકે છે. આવો ફેરફાર હોર્મોન્સ દ્વારા કેવી રીતે થતો હશે તે હજુ રહસ્ય જ છે.
•••
સૂર્યથી સૌથી નજીક પહોંચનારો પદાર્થ કયો હશે?
જ્યારે તમે સૂર્યથી તદ્દન નજીક આવેલા પદાર્થ વિશે વિચારો ત્યારે સોલાર સિસ્ટમમાં સૂર્યથી સૌથી નજીકના ગ્રહ તરીકે મર્ક્યુરી એટલે કે મંગળ ગ્રહનું જ નામ યાદ આવે,પરંતુ અનેક લઘુગ્રહો, ધૂમકેતુઓ અને સ્પેસક્રાફ્ટ્સ સહિતના પદાર્થો પણ સૂર્યની નજીક પહોંચેલા છે. મંગળનો ગ્રહ સૌથી વધુ 29 મિલિયન માઈલ (47 મિલિયન કિલોમીટર) સુધી નિકટના અંતરે પહોંચે છે તે પેરિહેલિયોન પોઈન્ટ કહેવાય છે. NASAના સ્મોલ-બોડી ડેટાબેઝ અનુસાર 141 મીટરની લંબાઈ ધરાવતો એસ્ટેરોઈડ-લઘુગ્રહ 2024 YL3 સૂર્યથી માત્ર 6.4મિલિયન માઈલ (10.3 મિલિયન કિલોમીટર) દૂરના પેરિહેલિયોન પોઈન્ટે પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનો વિક્રમ છે. જોકે, NASAદ્વારા 2018માં લોન્ચ કરાયેલું પારકર સોલાર પ્રોબ સૂર્યના કેન્દ્રથી માત્ર 4.5મિલિયન માઈલ (7.3 મિલિયન કિ.મીટર) દૂરના પેરિહેલિયોન પોઈન્ટે પહોંચ્યું છે અને આવી રીતે તેણે 29મી પ્રદક્ષિણા 4 સપ્ટેમ્બરે કરી હતી. ખુશીની વાત એ છે કે પારકર સોલાર પ્રોબ મિશન 2029 સુધી કાર્યરત રહેવાનું છે અને કદાચ સૂર્યની વધુ નિકટ પહોંચી શકે છે. સનગ્રેઝિંગ કોમેટ્સ તરીકે ઓળખાતા નાના ધૂમકેતુઓ પણ સૂર્યની વધુ નજીક પહોંચે છે.
2018ના અભ્યાસ અનુસાર આવા કેટલાક ધૂમકેતુ સૂર્યથી 1.49મિલિયન માઈલ (2.39 મિલિયન કિલોમીટર)થી પણ વધુ નજીક પહોંચ્યા હતા. આમ તો, સૂર્યનું અતિ શક્તિશાળી ગુરુત્વાકર્ષણ બળ નાના ધૂમકેતુઓને પોતાનામાં સમાવી લે છે પરંતુ, 1887માં ગ્રેટ સધર્ન કોમેટ (Great Southern Comet of 1887) સૂર્યથી માત્ર 446,187 માઈલ (718,070 કિ.મી.) દૂર હોવાં છતાં તેનાથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.














