વર્ક ફ્રોમ હોમનું ચલણ વધારી રહ્યું છે એકલતાની સમસ્યા

Thursday 12th March 2020 05:18 EDT
 
 

વોશિંગ્ટનઃ આજકાલ યુવાનોમાં અને ખાસ કરીને પશ્ચિમી દેશોમાં વર્ક ફ્રોમ હોમનું કલચર ખૂબ જ વધી રહ્યું છે. મહિલાઓ અને ઉંમરલાયક લોકોને તેનાથી લાભ વધારે થાય છે પણ બીજી તરફ યુવાનોમાં આ સ્થિતિના લાભ કરતાં નુકસાન વધી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે યુવાનો એકલતા અને નિરાશામાં સપડાઈ રહ્યા છે. 

અમેરિકામાં તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનમાં આ સમસ્યા સામે આવી છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૮માં ૫૪ ટકા લોકોને ફરિયાદ કરી હતી. કે, તેઓ વર્ક ફ્રોમ હોમના કારણે એકલતા અને નિરાશાથી પીડાતા હતા. ૨૦૧૯માં આ કેલિફોર્નિયા અને લોસ એન્જલસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ તારણ બહાર આવ્યું હતું. અંદાજે ૧૦,૨૦૦ લોકો ઉપર અભ્યાસ થયો હતો. સંશોધનમાં જણાવાયું હતું કે, એક અમેરિકન નાગરિક તેના જીવનમાં સરેરાશ ૯૦,૦૦૦ કલાક કામ કરે છે અને તેમાંથી મોટા ભાગનો સમય વર્ક ફ્રોમ હોમનો હોય છે. એકલતા અને તેને પગલે આવતી નિરાશાની સ્થિતિ યુવાનોમાં જ વધારે જોવા મળી રહી છે. ૪૮ ટકા યુવાનોએ સ્વીકાર્યું હતું કે, વર્ક ફ્રોમ હોમના કારણે તેમને એકલતા અનુભવાય છે.
જ્યારે મોટી ઉંમરની વ્યક્તિઓમાં આ આંકડો ૨૮ ટકા જ હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે કામ કરવાનું કલ્ચર, વધારે પડતી ટેકનોલોજી, ગેજેટ્સને કારણે યુવાનો વધુને વધુ એકલા થતા જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter