વિશ્વને ચિકનગુનિયાની પ્રથમ વેક્સિન મળી

Sunday 26th November 2023 05:57 EST
 
 

ન્યૂ યોર્કઃ વિશ્વને ચિકનગુનિયાની પ્રથમ વેક્સિન મળી છે. યુએસ-એફડીએ ચિકનગુનિયાની પહેલી રસી ઇક્સ્ચિકને મંજૂરી આપી છે. 18 વર્ષથી વધુ વયના લોકોને આ રસી અપાશે. યુએસએફડીએ જણાવ્યું હતું કે 18 વર્ષથી ઉપરના લોકોને ચિકનગુનિયા થવા સંભાવના વધારે હોય છે. રસીથી ચિકનગુનિયા રોકી શકાશે તેમ મનાય છે.
ચિકનગુનિયાની બીમારી મચ્છરોના લીધે ફેલાય છે. જેમાં ભારે તાવ, સાંધામાં દુઃખાવો અને સોજો, માથામાં દુઃખાવો, ચામડી પર નાના-નાના દાણા થઈ જાય છે.કેટલાક વર્ષોમાં આ બીમારી ઝડપથી ફેલાઈ છે. ચિકનગુનિયા વાઇરસનો ભોગ બન્યા પછી વૃદ્ધો અને દર્દીઓને લાંબા સમય સુધી આરોગ્યલક્ષી તકલીફોનો સામનો કરવો પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter