આપણે બધા આપણા રોજિંદા જીવનમાં કેટલાક વિચિત્ર અનુભવો અનુભવીએ છીએ. ઉદાહરણ તરીકે, કોઈને બગાસું ખાતાં જોઇ અને પછી પોતાને પણ બગાસું આવવું. અચાનક એવું લાગે કે પગ લપસી ગયો છે, અથવા બેઠાં બેઠાં જ એવું લાગે કે જાણે તમારા પગ સુન્ન થઇ ગયા છે, અથવા આંખ કે પોપચાં ફરકવા. ચાલો આજે જોઈએ કે આ સામાન્ય છતાં વિચિત્ર પરિસ્થિતિઓ ક્યારે સામાન્ય છે અને તમારે ક્યારે ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.
આપણા શરીરની દરેક હિલચાલ પાછળનું વૈજ્ઞાનિક કારણ
1) એકમેક સામે જોઇને બગાસું ખાવું: આને ‘ચેપી બગાસું ખાવું’ કહેવામાં આવે છે. મિરર ન્યૂરોન્સ નામના મગજના કોષો આપણને બીજાઓની ક્રિયાઓનું અનુકરણ કરવામાં મદદ કરે છે. આવું નજીકના લોકો સાથે થાય છે. જોકે વારંવાર અને વધુ પડતાં બગાસું ખાવાં, નબળાઈ, ચક્કર અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી, એક ગંભીર સંકેત હોઈ શકે છે.
2) ઊંઘ દરમિયાન ઝટકો લાગવો: આ એક ‘હિપ્નિક જર્ક’ છે. ગાઢ ઊંઘ દરમિયાન, સ્નાયુઓ આરામ કરે છે. ક્યારેક મગજ આને ‘પડવું’ સમજી લે છે અને રક્ષણ માટે અચાનક સ્નાયુઓને ઝટકો મારે છે.
3) બેઠાં-બેઠાં પગ સુન્ન થવાઃ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી ચેતાતંત્ર પર દબાણ આવે છે અને લોહીનો પ્રવાહ ઓછો થાય છે. આનાથી ઝણઝણાટી થાય છે અથવા નિષ્ક્રિયતા આવી શકે છે.
4) આંખો ફરકવીઃ થાક, તણાવ, ઊંઘનો અભાવ, અથવા વધુ પડતો સ્ક્રીન સમયના લીધે આંખના સ્નાયુઓ થાકી જાય છે. આનાથી તમને ફરક પડી શકે છે, પરંતુ તે સામાન્ય રીતે પોતાની મેળે જ ઠીક થઈ જાય છે.
5) ડેજા વુ થવું: પહેલાં કંઈક આવું જોયું કે થઇ ચૂક્યું છે તેવા અનુભવને ડેજા વુ કહેવાય છે. ક્યારેક, મગજને યાદ રાખવાવાળા ભાગ અને નવી માહિતી પર પ્રક્રિયા સમજનારા ભાગની વચ્ચે ગરબડ થઇ જાય છે તેના લીધે આ સ્થિતિ સર્જાય છે.


