ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે? સપ્તાહમાં 3-4 વાર નાળિયેર પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. પાચનક્રિયા સુધરે છે અને હાઈ બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. નાળિયેર પાણી પીવાના અન્ય ફાયદા જોઇએ તો...
• હાઇડ્રેશન સારું થાય છેઃ શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બની રહે છે.
• કિડનીનું કામ સરળ થાયઃ પેશાબમાંથી ટોક્સિન બહાર નીકળે છે.
• પાચન તંત્ર શાંત રહે છેઃ એસિડિટી તથા અપચામાં રાહત મળે છે.
• બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છેઃ નેચરલ પોટેશિયમ બ્લડ બેલેન્સ કરે છે.
• થાક ઓછો લાગે છેઃ શરીરમાં એનર્જી બની રહે છે. ખાસ કરીને જ્યારે તમે એક્ટિવ હોય.
• મસલ ક્રેમ્પ્સથી રાહત મળે છેઃ જે લોકો વર્કઆઉટ કરે છે, તેમના માટે વિશેષ રૂપે ફાયદાકારક છે.


