સાઉથ આફ્રિકાના વિજ્ઞાનીઓએ ઓમિક્રોનના બે નવા પેટા વેરિઅન્ટ શોધ્યા

Friday 22nd April 2022 07:55 EDT
 
 

જોહાનિસબર્ગ: સાઉથ આફ્રિકાના વિજ્ઞાનીઓએ કોરોનાના ઓમિક્રોનના બે નવા સબ વેરિઅન્ટ BA.4 અને BA.5ને શોધી કાઢ્યા છે. સાઉથ આફ્રિકાના સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઇનોવેશનના ડાયરેક્ટર તુલિયોદ એલિવિરાએ જણાવ્યું હતું કે આ નવા સબ વેરિઅન્ટને કારણે હજી ચિંતાનું કોઇ કારણ નથી. તેના કારણે સાઉથ આફ્રિકામાં કોરોનાના કેસોની સંખ્યામાં કોઇ વધારો થયો નથી અને આ સબ વેરિઅન્ટ અન્ય દેશોમાં પણ મળી આવ્યા છે. BA.4 અને BA.5ના કેસો બોટસ્વાના, બેલ્જિયમ, જર્મની, ડેનમાર્ક, અને યુકેમાં મળી આવ્યા છે. આ નવા પેટા વેરિઅન્ટમાં BA.2ની જેવા જ મ્યુટેશન્સ જોવા મળ્યા છે. આ ઉપરાંત તેમાં થોડા વધારે મ્યુટેશન્સ પણ જોવા મળ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે મૂળ ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ પણ બોટસ્વાનામાં અને સાઉથ આફ્રિકામાં ગયા વર્ષે નવેમ્બરમાં મળી આવ્યો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ જણાવ્યું હતું કે દુનિયાભરમાં કોરોનાનો ચેપ ફેલાયેલો છે તે જોતાં વધારે વેરિઅન્ટ્સ અને વધારે રિકોમ્બિનન્ટ્સ પેદાં થતાં જશે. કોરોના વાઇરસમાં રિકોમ્બિનેશન થવું એ સામાન્ય બાબત છે અને તે અપેક્ષિત મ્યુટેશનલ બાબત ગણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter