સાઉથ એશિયન વયસ્કોને ફીટ રહેવા પ્રોત્સાહિત કરતું NHS Couch to 5K એપ

Wednesday 08th September 2021 09:12 EDT
 
 

તાજેતરમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા ઈંગ્લેન્ડમાં થયેલા સર્વેમાં જણાયું હતું કે ૩૩ ટકા કરતાં વધુ સાઉથ એશિયન વયસ્કો પ્રોત્સાહનના અભાવને લીધે તંદુરસ્ત જીવનશૈલી અપનાવતા નથી. સર્વે કરાયેલા કુલ લોકો પૈકી ૭૨ ટકા માને છે કે અસરકારક એક્સરસાઈઝ રુટિન સંબંધિત આઈડિયા પ્રાપ્ત થાય તો તેઓ હેલ્થ અને ફિટનેસ માટેના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચી શકે.
આ વાતને ધ્યાનમાં રાખીને PHE દેશભરના વયસ્કોને NHS Couch to 5K એપના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. Better Health દ્વારા ઉપલબ્ધ કેટલાંક ફ્રી એપ પૈકીનું આ એક એપ છે જે વધુ એકટિવ થવા ઈચ્છતા અને વજન ઘટાડવા માગતા લોકોને મદદ પૂરી પાડવા તૈયાર કરાયું છે.
નતાશા ગુપ્તા લોકડાઉન શરૂ થયું ત્યારથી Couch to 5K appનો ઉપયોગ કરે છે અને તેમને દરેક વીક અગાઉના વીક કરતાં વધુ સારું અને સરળ લાગે છે. તેઓ કહે છે કે તેમને એવું લાગ્યું કે તે વધુ દોડી શકે તેમ છે. તેઓ વધુ સ્વસ્થ, વધુ ફીટ હોય તેમ તેમને લાગે છે અને તેમનું જોમ અને જુસ્સો વધ્યા છે.
નતાશા માટે ખાસ આનંદ તો એ વાતનો છે કે તેઓ દૂરના અંતર સુધી મિત્રો સાથે દોડી શકે છે. તેઓ એકબીજાને પ્રોત્સાહિત કરવા માટે આ એપનો ઉપયોગ કરે છે. નતાશાએ જણાવ્યું કે તેમને હવે વધુ સારું લાગે છે. તેમના બાળકો તેમની સાથે જોડાય છે અને સાથે દોડે પણ છે.
લોકડાઉન દરમિયાન હેરી ડોકિયા શારીરિક રીતે વધારે સક્રિય ન હતા પરંતુ, તેઓ ઘણું વધારે કરવા માગતા હતા. તેથી તેમની સહેલીઓ જ્યારે પણ સૂચવે ત્યારે તેઓ એકસાથે ચેલેન્જ કરતા હોવાની વાત સાથે તેઓ તરત જ સંમત થયા હતા. તેઓ છેલ્લાં છ મહિનાથી આ એપનો ઉપયોગ કરે છે અને સહેલીઓ તેમજ પોતાના પતિ બન્નેની સાથે દોડે છે. તેમણે જણાવ્યું કે તેઓ Couch to 5Kનો ઉપયોગ કરવા અન્ય લોકોને ભલામણ કરશે તેથી તેઓ તેમને પ્રેરણા પૂરી પાડશે.
PHE ના ડિરેક્ટર ઓફ હેલ્થ ઈમ્પ્રુવમેન્ટ પ્રો.જહોન ન્યૂટને સમાચારને આવકારતા જણાવ્યું કે લોકડાઉન પછી વધુ એક્ટિવ થવા માટે ઘણાં લોકો Couch to 5K એપનો ઉપયોગ કરે છે તે જાણીને તેમને ખૂબ આનંદ થયો. એક્ટિવ રહેવું તે માત્ર આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે. મહામારીને લીધે ઉભા થયેલા પડકારોનો સારી રીતે સામનો કરવામાં લોકોને આ એપ મદદરૂપ થયું હશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
ફિટનેસ ટ્રેનર વિન પટેલે જણાવ્યું કે એક્ટિવ રહેવું શરીર અને મન માટે સારું છે અને એક્ટિવ રહેવા માટે જેટલું વધારે કરશો તેટલો જ તમને વધારે ફાયદો થશે.
આપ આપનું સ્વાસ્થ્ય, ફિટનેસ અને તંદુરસ્તી સુધારવા ઈચ્છતા હો તો એપનો ઉપયોગ કરો. દરેક વ્યક્તિ એક્ટિવ રહેવાનો લાભ માણવા માટે હકદાર છે અને લોકો વિચાર્યા કરે તેના કરતાં તેની શરૂઆત કરવાનું સરળ છે.
ફ્રી NHS Couch to 5K એપ App Store અથવા Google Play પરથી ડાઉનલોડ કરી શકાશે.
આપ Better Health પર સર્ચ કરી શકો છો અથવા આપને એક્ટિવ થવામાં મદદ તથા આ સમરમાં આરોગ્યપ્રદ ભોજન લેવા મફત સલાહ અને સપોર્ટ માટે nhs.uk/betterhealth વિઝીટ કરી શકો છો.

વીડિયો નિહાળવા માટે ક્લિક કરો આ લિન્કઃ https://bit.ly/3DWDiRE


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter