સારી ઊંઘથી ભાષા સમૃદ્વ બને છે, મગજ ભાષાના શબ્દો સાથે રમે છે

(હેલ્થ ટિપ્સ)

Saturday 22nd August 2026 07:37 EDT
 
 

લંડન: ઊંઘ અને સપનાનો સીધો સંબંધ ભાષા સાથે છે. સારી ઊંઘ આપણી ભાષાને સુધારવામાં અને સમૃદ્ધ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. યુનિવર્સિટી ઓફ યોર્કમાં કરાયેલી શોધના તારણ દર્શાવે છે કે, બે રાતની ઊંઘ આપણી ભાષામાં એક નવા શબ્દનો ઉમેરો કરે છે. આ પ્રક્રિયા જીવનભર ચાલુ રહે છે. ઊંઘમાં આપણી ભાષા અપડેટ થાય છે. કોઇક જગ્યાએ એમ જ સાંભળવામાં આવેલા શબ્દો આપણી ભાષાનો હિસ્સો બની જાય છે. અર્ધજાગ્રત મનનાં કારણે આ પ્રકારની બાબત શક્ય બને છે. ઊંઘમાં મગજ અવાજ અને શબ્દો સાથે રમે છે. 10 વર્ષની વય સુધી આ પ્રક્રિયા ખુબ ઝડપથી ચાલે છે, જેથી બાળકોને પૂર્ણ ઊંઘ માણવા માટે કહેવામાં આવે છે. બાળકોની લાંબી ઊંઘમાં ભાષા શીખવાની પ્રક્રિયા ચાલતી રહે છે.
યુનિવર્સિટી ઓફ યોર્કમાં સ્લીપ એન્ડ લેન્ગવેજ લેબના મનોવૈજ્ઞાનિક પ્રોફેસર ગેરેથ ગેસકેલે કહે છે કે, ઊંઘમાં અવાજની ખુબ વધારે હલચલ રહે છે. જેથી સપના પણ અનેક ભાષામાં આવે છે. સપનામાં કેટલીક વખત આપણે એવી ભાષા પણ બોલીએ છીએ જે ભાષા હજુ શીખી રહ્યા છીએ. કેટલીક વખત હિન્દી ભાષી વ્યક્તિ સપનામાં અંગ્રેજી ભાષા બોલે છે. કેટલીક વખત સપનામાં બોલાતી ભાષાનું સ્તર વાસ્તવિક ક્ષમતા કરતા વધારે યોગ્ય રહે છે. કેટલીક વખત એવું બને છે કે, જે ભાષા બોલતા નથી તે ભાષામાં પણ સપના આવે છે.
અભ્યાસમાં સામેલ ઊંઘી રહેલા લોકોને વાસ્તવિક ભાષણ અને બિનજરૂરી ભાષણ સંભળાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઇઇજી મારફતે તેમના મગજને સ્કેન કરીને માહિતી મેળવવામાં આવી હતી. ઊંઘી રહેલા લોકોનાં મગજ માત્ર વાસ્તવિક ભાષણને જ સાંભળી રહ્યા હતા. એવું પણ જાણવા મળ્યું કે જ્યારે સપના આવતા હોય છે ત્યારે મગજ એવા અવાજોને સાંભળવાનું બંધ કરી દે છે જેનાં કારણે સપના તુટી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter