ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, ફુલ માઉથ રિહેબિલિટેશન અને ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ જેવી આધુનિક સારવાર સાથે ડિજિટલ પ્લાનિંગ અને રોબોટિક્સ વડે નેવિગેશન ગાઈડેડ ઇમ્પ્લાન્ટ સર્જરી હવે એક જ સ્થળે – સિટી ડેન્ટલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
આજથી 15 વર્ષ પહેલાં, વર્ષ 2009માં ડો. આનંદ જસાણી અને ડો. રશ્મિ જસાણીએ રાજકોટમાં સિટી ડેન્ટલ હોસ્પિટલની સ્થાપના કરી હતી. જે આજે 25થી વધુ અનુભવી ડેન્ટલ સર્જનોની ટીમ સાથે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આ હોસ્પિટલમાં ઇનહાઉસ એક્સ-રે, CBCT, રોબોટિક ટેકનોલોજી અને ઇન્ટ્રાઓરલ સ્કેનર જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.
અહીં સારવાર માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને યુએઈ જેવા દેશોમાંથી પણ દર્દીઓ સારવાર લેવા આવે છે.
રોબોટિક્સ ટેકનોલોજીના ઉપયોગથી સારવાર વધુ એક્યુરેટ, સેફ અને પેઈનલેસ બને છે. ઉપરાંત, હાઈ-એન્ડ ટેકનોલોજીના ઉપયોગથી વન-ડે ડેન્ટિસ્ટ્રી જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા ઘણી સારવાર માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરી શકાય છે.
સિટી ડેન્ટલ હોસ્પિટલનો મુખ્ય ધ્યેય દરેક દર્દીને બેસ્ટ ડેન્ટલ ટ્રીટમેન્ટ, કમ્ફર્ટ, બેસ્ટ સર્વિસ અને લાંબા સમય સુધી સફળ રહે તેવી સારવાર પ્રદાન કરવાનો છે.


