વિશ્વભરમાં ‘ફિફા’ વર્લ્ડ કપનો જુવાળ છવાયો છે ત્યારે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો ઉલ્લેખ ન થાય તો જ નવાઇ! ફૂટબોલ ગ્રાઉન્ડમાં ચિત્તાની રફ્તારથી દોડીને આંખના પલકારામાં ગોલપોસ્ટ સુધી પહોંચી જતો ફૂટબોલ લેજન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચર્ચામાં છે. રોનાલ્ડોએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરેલી ‘બિફોર વર્કઆઉટ’ તસવીરે આખી દુનિયાના ફ્ટિનેસ પ્રેમીઓને માથા ખંજવાળતા કરી દીધા છે.
39 વર્ષની ઉંમરે, જ્યાં મોટાભાગના ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા હોય છે, ત્યાં રોનાલ્ડો આજે પણ 20 વર્ષના યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી રમે છે. 900થી વધુ ગોલનો રેકોર્ડ ધરાવતો આ ખેલાડી વાસ્તવમાં સ્પીડ, પાવર અને એન્ડયુરન્સનું એક અદભૂત મિશ્રણ છે. વિશ્વભરના સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ માટે રોનાલ્ડોનું શરીર એક કુતૂહલનો વિષય છે. તેણે પ્રકૃતિના ‘એજિંગ’ના નિયમોને હંફાવીને એક એવું શરીર ટકાવી રાખ્યું છે જેને નિષ્ણાતો ‘ધ પર્ફેક્ટ એથ્લેટિક મશીન’ કહે છે. માત્ર 7 ટકા બોડી ફેટ ધરાવતું તેનું આ ફિઝિક કોઈ યોગાનુયોગ નથી, પરંતુ દાયકાઓ સુધી ચાલેલી કઠોર લશ્કરી શિસ્ત અને તપસ્યાનું પરિણામ છે. ફૂટબોલ લિજન્ડ દ્વારા પોસ્ટ કરાયેલી ‘બિફોર વર્કઆઉટ’ તસવીરનું સાયન્ટિફ્કિ એનાલિસિસ અહીં રજૂ કર્યું છે. આ વાંચશો તો સમજાશે કે કઈ ખાસિયતો રોનાલ્ડોને કોમનમેનમાંથી ‘સુપર હ્યુમન’ બનાવે છે.
રોનાલ્ડો સામાન્ય માણસઃ શું છે તફાવત?
• દોડવાની ઝડપઃ સામાન્ય માણસ 15-18 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે, જ્યારે રોનાલ્ડો 35 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે.
• હાઈ જમ્પઃ સામાન્ય વ્યક્તિ 1.5 ફૂટ કૂદી શકે છે, જ્યારે રોનાલ્ડો 2.6 ફૂટ (31.5 ઇંચ) ઊંચો જમ્પ મારે છે.
• બોડી ફેટઃ સ્વસ્થ માણસમાં 15-20 ટકા બોડી ફેટ હોય છે, જ્યારે રોનાલ્ડોના શરીરમાં માત્ર 7 ટકા જ ફેટ છે.
• ઊંઘની આદતઃ આપણે 8 કલાક ઊંઘીએ છીએ, પણ રોનાલ્ડો દિવસમાં 90-90 મિનિટના 5 સ્લોટ (Naps)માં ઊંઘ લે છે.
• હવામાં સ્થિરતાઃ સામાન્ય માણસ કૂદકો માર્યા પછી તરત નીચે આવે છે, પણ રોનાલ્ડો હવામાં 1.50 સેકન્ડ સુધી ‘તરતો’ રહી શકે છે.
• રક્તદાન અને ટેટૂઃ રોનાલ્ડો નિયમિત રક્તદાન કરે છે. રક્તદાનમાં અવરોધ ન આવે તે માટે રોનાલ્ડોએ શરીર પર એક પણ ટેટૂ કરાવ્યું નથી.
• કિકનો પાવરઃ તેની ફ્રી-કિકની ઝડપ 130+ કિમી પ્રતિ કલાક છે. જો તેની કીક સામે કોઈ અચાનક આવી જાય તો કાર અકસ્માત જેટલી ગંભીર ઈજા પહોંચાડી શકે છે.
• નો આલ્કોહોલઃ પિતાના નિધન પછી તેણે ક્યારેય દારૂ કે સોફટ ડ્રિંક્સને સ્પર્શ પણ કર્યો નથી.
• મગજ (The CPU)ઃ સામાન્ય માણસ કરતા રોનાલ્ડોનું મગજ ફૂટબોલના મેદાન પર 30 ટકા વધુ ઝડપથી માહિતી પ્રોસેસ કરે છે.
• ગરદન (Shock Absorber): ગરદનના મજબૂત સ્નાયુઓ 130 કિમીની ઝડપે આવતા બોલને ‘હેડર’ મારતી વખતે લાગતો જોરદાર આંચકો સહન કરે છે.
• છાતી અને ફેફસાં (Turbo Engine)ઃ તેની ફેફસાંની ક્ષમતા સામાન્ય એથ્લેટ કરતા ઘણી વધારે છે, જે લોહીમાં વધુ ઓક્સિજન પમ્પ કરે છે.
• એબ્સ અને કોર (Gyroscope)ઃ પથ્થર જેવા મજબૂત ‘એબ્સ’ તેને હવામાં દિશા બદલવા અને સંતુલન જાળવવામાં મદદ કરે છે.
• સાથળ (Rocket Launchers)ઃ તેના સાથળમાં 100 મીટરના સ્પ્રિન્ટર જેવી વિસ્ફોટક તાકાત છે, જે 5 જી-ફોર્સ જેટલો પાવર જનરેટ કરે છે.
• પિંડીઓ (High-Tension Springs): પિંડીઓમાં ‘ફાસ્ટ-ટ્વિચ’ ફાઈબર્સ છે, જે તેને ઉભા-ઉભા પણ 2.6 ફૂટ ઊંચો જમ્પ મારવાની ક્ષમતા આપે છે.


