જે લોકો રોજ પૂરતું પાણી પીતા નથી, તેમના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધુ ઉત્પન્ન થાય છે. જર્નલ ઓફ એપ્લાઇડ ફિઝિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. તણાવ ફક્ત મનમાં જ નહીં, પણ શરીરની અંદર પણ વધે છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે ઓછું પાણી પીનારાઓમાં કોર્ટિસોલ ઘણું વધી ગયું હતું.
શરીરમાં આવું કેમ થાય છે?
જ્યારે શરીરને ઓછું પાણી મળે છે ત્યારે વાસોપ્રેસિન નામનો હોર્મોન રિલીઝ થાય છે. તે કિડનીને પાણી બચાવવાનું તો કહે છે, સાથે સાથે જ આ હોર્મોન સ્ટ્રેસ સિસ્ટમને પણ સક્રિય કરે છે.
ફક્ત તરસ લાગવી એ સંકેત નથી
રસપ્રદ વાત એ છે કે, જે લોકોએ ઓછું પાણી પીધું તેમને વધુ તરસ લાગી ન હતી, પરંતુ યુરિન ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમના શરીરમાં ડિહાઈડ્રેશન હતું. એટલે કે ફક્ત તરસ પર આધાર રાખશો નહીં, પાણી પીતા રહો.
પૂરતું પાણી પીવાથી માનસિક તણાવથી મુક્તિ મળશે એટલું જ નહીં, તમારું મેટાબોલિઝમ પણ સારું રહેશે એટલે પાચનક્રિયા સરસ રીતે કામ કરશે. સાથે સાથે જ ત્વચા પણ નિખરશે.


