સ્ટ્રોકથી મગજને નુકસાનમાં ઉપયોગી નેસલ એન્ટિબોડી સ્પ્રે

Thursday 16th February 2023 08:15 EST
 
 

નેસલ એન્ટિબોડી સ્પ્રે સ્ટ્રોકના કારણે મગજને થયેલાં નુકસાનમાં ઉપયોગી નીવડી શકે છે. ઊંદર જેવાં પ્રાણીઓમાં આ પ્રયોગને સફળતા મળી છે. જોકે, માનવીય મગજમાં પ્રમાણમાં મોટા મોલેક્યુલનો પ્રવેશ અટકાવતા બ્લડ-બ્રેઈન અવરોધના કારણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી એન્ટિબોડીઝ જેવાં થેરાપ્યુટિક્સને પહોંચાડવું પડકારજનક છે. ઈન્ટ્રાનેસલ એન્ટિબોડી ડિલિવરીમાં બ્લડ-બ્રેઈન અવરોધ નડતો નથી અને એવા પુરાવા મળ્યા છે કે આ નોન-ઈવેસિવ પદ્ધતિ પૂરતાં પ્રમાણમાં એન્ટિબોડીઝને મગજ સુધી પહોંચાડી શકે છે. ઈન્ટ્રાનેસલ ડિલિવરીથી માત્ર સ્ટ્રોક નહિ, અલ્ઝાઈમર્સ અને મલ્ટિપલ સ્કેલેરોસિસ જેવાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર્સથી થતું નુકસાન સુધારી શકાય છે તેમ સંશોધનો
કહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter