સ્નાયુઓને મજબૂત કરવા જરૂરી, તેનું પ્રોટિન વૃદ્ધાવસ્થામાં પણ સંક્રમણથી બચાવશે

Thursday 25th June 2020 06:32 EDT
 
 

વોશિંગ્ટન: કોરોના મહામારીના સંકટથી બચવા માટે માસ્ક પહેરવું, હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું સહિતના અનેક ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે. જોકે આ બધા પછી પણ લોકોમાં બે ચીજો પ્રત્યે ઓછી ગંભીરતા જોવા મળે છે. આ બે ચીજ એટલે ઇમ્યુનિટી (રોગપ્રતિકારશક્તિ) વધારવાના ઉપાય અને ટિશ્યૂના સોજાને રોકવા માટેના ઉપાય.
અમેરિકન ફેડરેશન ફોર એજિંગ રિસર્ચના ડાયરેક્ટર ડો. નિર બારજિલાઇ કહે છે કે ‘આ ઉપેક્ષાનાં ઘાતક પરિણામ આવી શકે છે. ૮૦ વર્ષની વ્યક્તિને ચેપનું જોખમ ૨૦ વર્ષના યુવાની તુલનામાં ૧૮૪ ગણુ વધુ હોય છે. પરંતુ વૃદ્ધ હોવાનો મતલબ નબળા હોવું નથી.’
ડો. બારજિલાઇના મતે અન્ય ઉપાયોની સાથે હાડકાંઓ સાથે સંકળાયેલા મસલ્સને પણ મજબૂત કરવા જરૂરી છે કારણ કે તે શરીરને ચલાવવા માટે મદદ કરે છે. તેનાથી બનેલા પ્રોટિન માયોકિંસથી વાઇરસને પ્રાકૃતિક રીતે ખતમ કરનારી કોશિકાઓ બનવામાં મદદ મળે છે. તેનાથી તમે ૮૫ વર્ષની વયે પણ સંક્રમણથી બચી શકો છો. કોરોના તેમના પર જ હુમલો કરી રહ્યો છે.

આ ઉપાયો થકી ઇમ્યુનિટી વધારો

ભોજનમાં વિટામિન-ડીની માત્રા વધારો. તે લોહીનું સ્તર વધારે છે. ઇમ્યુનિટી મજબૂત કરી ફેફસાંને નુકસાન પહોંચાડનારા સાઇટોકિનને રોકે છે. કોરોનાથી ઘણા મૃત્યુ તેના કારણે જ થયા છે. ખાટાં ફળ જેવાં કે - સંતરા, દ્રાક્ષ, લાલ શિમલા મરચું, પાલક, પપૈયું અને બ્રોકલી ખાવો. ઝિંક માટે ડેરી ઉત્પાદનો, રેડ મીટ, બીન્સ, દાળ, નટ્સનું સેવન વધારો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter