હાથ વડે જમો તો ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે

Wednesday 19th February 2020 04:23 EST
 
 

ન્યૂ યોર્કઃ બહુમતી વર્ગ ચમચી અથવા તો છરી-કાંટા વડે ભોજન લેવાનું પસંદ કરે છે, પરંતુ નવો અભ્યાસ કહે છે કે, હાથ વડે જમવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. ભોજનને આંગળી અડકે એટલે સ્પર્શથી સંદેશો મગજને પહોંચે અને આમ કોળિયો મોં સુધી પહોંચે ત્યાં સુધીમાં તો મગજને જાણ થઈ જાય છે કે ભોજન સ્વાદિષ્ટ છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જેઓ આહાર નિયંત્રિત કરતા હોય તેઓ આ અસર વધુ તીવ્રતાથી અનુભવે છે. ન્યૂ યોર્કની સ્ટિવન્સ યુનિવર્સિટીએ ૪૫ વોલિયેન્ટરોને ચીઝના ટુકડાને પકડીને ખાતાં પહેલાં તેને ધ્યાનથી જોવા કહ્યું હતું. અભ્યાસ હેઠળના લોકોમાંથી અડધાએ ચીઝને કોકટેઈલ સ્ટિકથી ખાધો હતો, તો અડધાએ તેને આંગળીથી પકડીને ખાધો હતો. આ અભ્યાસમાં ભાગ લેનારાઓમાં જેમને પોતાના આહાર પર સ્વનિયંત્રણ હતું તેમને ચીઝ વધુ સ્વાદિષ્ટ લાગ્યું હતું. જોકે કેટલું જમવું જોઇએ તેના પર નિયંત્રણ ન ધરાવતા લોકોને ચીઝના સ્વાદમાં ખાસ ફરક જણાયો ન હતો.
બીજા પ્રયોગમાં ૧૪૫ અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના ક જૂથને ફિટ અને સ્વસ્થ રહેવા માટે પોતાના આહાર માટે સાવચેત હોવાની કલ્પના કરવા કહ્યું હતું.
બીજા જૂથને પોતાના વજનની ચિંતા કર્યા વિના ભોજન લેવા માટે કહેવાયું હતું. દરેકને ચાર ડોનટ્સ સાથે એક કપ આપવામાં આવ્યો હતો. એક જૂથને કોકટેઈલ સ્ટિક અપાઇ હતી, જ્યારે બીજા જૂથને નહોતી અપાઇ.
પહેલા પ્રયોગમાં આહારને જોઈને તેની ગુણવત્તાને અંદાજ માંડવા કહ્યું હતું. એ પ્રયોગમાં જેમને આહાર ઉપર પોતાનું નિયંત્રણ હતું અને હાથથી આહાર લેતા હતા તેઓને આહાર સ્વાદિષ્ટ લાગ્યો હતો. જ્યારે જેઓ ધારે એટલું ખાતા હતા અને સ્ટિકનો ઉપયોગ કરતા હતા. તેમને આહાર ખાસ સ્વાદિષ્ટ લાગ્યો નહતો!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter