હેલ્થ કેરઃ 25ની વય પછી દર પાંચ વર્ષે કરાવો એચપીવી ટેસ્ટ

Saturday 18th February 2023 08:20 EST
 
 

દરેક સ્ત્રીએ 25ની વય પછી દર 5 વર્ષે એચપીવી ટેસ્ટ કરાવવો જોઇએ. આનાથી તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો. બીમારીના સંકેત અંગે સમયસર જાણ થઇ જશે તો સારવાર કરવાનું ઘણું સરળ થઇ જશે.
21-29 વર્ષ
મહિલાઓના જો સ્તનમાં કોઇ અસામાન્યતા દેખાય તો મેમોગ્રામ કરાવો. નહિતર નહીં 25 વર્ષ પછી પ્રત્યેક 5 વર્ષમાં સર્વાઇકલ કેન્સર માટે એચપીવી ટેસ્ટ કરાવવો જોઇએ.
30-39 વર્ષ
જો પારિવારિક હિસ્ટ્રી છે તો મહિલાઓ કોલન કેન્સર માટે ટેસ્ટ કરાવે છે. સ્તનમાં કોઇ અસમાન્યતા જોવા મળે છે તો મેમોગ્રામ કરાવો. આ વયમાં સર્વાઇકલ કેન્સરનું જોખમ સૌથી વધુ હોય છે. તેના માટે એચવીપી ટેસ્ટ કરાય છે. જો પહેલા આ ટેસ્ટ કરાવ્યો નથી તો આ દરમિયાન જરૂર કરાવી લેવો જોઇએ.
40-49 વર્ષ
45ની વય પછી પ્રત્યેક મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની તપાસ માટે દર વર્ષે મેમોગ્રામ કરાવવો જોઇએ. કોલન કેન્સરનો ટેસ્ટ પણ કરાવી શકે છે.
50-64 વર્ષ
આ એવી ઉંમર છે જ્યારે જે પરિવારોમાં કેન્સરની હિસ્ટ્રી નથી. તેમને પણ કેન્સરનું જોખમ વધે છે. જો ધ્રુમ્રપાન કરો છો તો લંગ કેન્સર માટે સીટી સ્કેન કરાવો. જો કેન્સરની પારિવારિક હિસ્ટ્રી છે તો મહિલાઓએ બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રામ ટેસ્ટ કરાવવો જોઇએ.
65 વર્ષથી વધુ
65 વર્ષથી વધુની મહિલાઓ પ્રત્યેક બે વર્ષે બ્રેસ્ટ કેન્સરની તપાસ કરાવી શકે છે. જો છેલ્લા 10 વર્ષમાં સર્વાઇકલ કેન્સર તપાસ સામાન્ય રહી છે તો આ ટેસ્ટની જરૂર નથી એમ માની શકાય.




to the free, weekly Gujarat Samachar email newsletter