હેલ્થ ટિપ્સઃ 10થી 20 મિનિટમાં આવતી ઊંઘ શ્રેષ્ઠ

Saturday 06th April 2024 06:01 EDT
 
 

જો તમને પથારીમાં પહોંચ્યા પછી ઊંઘ આવવામાં 20 મિનિટ કરતાં વધુ સમય લાગે છે તો તે અપૂરતી ઊંઘ, સ્લીપ ડિસ્ટર્બન્સ કે ખરાબ ઊંઘનો સંકેત હોઈ શકે છે. પથારીમાં પડતાંની સાથે જ જો તમે સુઈ જાઓ છો તો આ ઊંઘ પૂરી ન થયાનો સંકેત છે. પથારીમાં ગયા પછી ઊંઘ આવવામાં લાગતા સમયને સ્લીપ લેટેન્સી કહે છે. પથારીમાં ગયા પછી ઊંઘ આવવા માટે 10થી 20 મિનિટ લાગતી હોય તો તે આદર્શ સમય છે. સારી ઊંઘ માટે સ્લીપ લેટેન્સીનું ઘણું મહત્ત્વ છે. જો તમે પુરતી ઊંઘ લેતાં નથી તો ખરાબ કોન્સન્ટ્રેશન, ક્ષમતામાં અભાવ, ડાયાબિટીસ, સ્થૂળતા, ડિપ્રેશન, હૃદયરોગ અને એંગ્ઝાયટી જેવી બીમારીનું જોખમ વધારો છે. એટલું જ નહીં, આવા લક્ષણ ઊંઘ સંબંધિત ડિસઓર્ડરનો પણ સંકેત છે.

• જો તમે પથારીમાં પડતા જ ઊંઘી જાઓ છો તો તેનો અર્થ છે કે પુરતી ઊંઘ મળી રહી નથી. આ ઊંઘ સંબંધિત વિકાર નાર્કોલેપ્સી અને આઈડિયોપેથિક હાઈપરસોમ્નિયાનો પણ સંકેત હોઈ શકે છે. બંનેમાં વ્યક્તિ દિવસે પણ અડધો ઊંઘમાં રહે છે.
• જો તમને ઊંઘ આવવામાં 20 મિનિટથી વધુ સમય લાગે છે તો તેના અનેક કારણ હોઈ શકે છે. દિવસે ઊંઘવું, જુનો દુઃખાવો કે પછી આ ઈન્સોમ્નિયાનો પણ સંકેત હોઈ શકે છે. લાંબી સ્લીપ લેટેન્સીને કારણે વ્યક્તિને પુરતી ઊંઘ મળતી નથી.
સ્લીપ લેટેન્સી માપવા માટે પોલીસોમ્નોગ્રાફી, મલ્ટીપલ સ્લીપ લેટેન્સી ટેસ્ટ, મેઈન્ટેનન્સ ઓફ વેકફુલનેસ ટેસ્ટ થાય છે. ફિટનેસ બેન્ડથી પણ ઊંઘનું પ્રમાણ જાણી શકાય છે. સ્લીપ લેટેન્સીથી ઊંઘ સંબંધિત વિકારો શોધવા સરળ બને છે. જો તમે પુરતી ઊંઘ લેશો તો અનેક શારીરિક-માનસિક આધિ-વ્યાધિથી બચી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter