હેલ્થ ટિપ્સઃ અંજીર માત્ર ડ્રાયફૂટ નહીં, ઔષધ પણ છે

Saturday 30th March 2024 06:28 EDT
 
 

અંજીરમાં ભરપૂર માત્રામાં કોપર, સલ્ફર, કલોરીન વિટામિન એ, બી અને સી વગેરે પોષક તત્ત્વો હોય છે, જેના અનેક ફાયદા છે. આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અંજીરમાં ખનિજ અને વિટામિન ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ફળનો ઉપયોગ ઘણા રોગોના ઉપચારમાં પણ કરાય છે.

• કેન્સર માટે રામબાણઃ કેન્સર એક ઘાતક બીમારી છે. તેમાં સારવાર સાથે ખાણીપીણી પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અંજીરનું સેવન કેન્સરથી બચાવવામાં મદદરૂપ થાય છે. ખાસ તો બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઘટાડવામાં બહુ ઉપયોગી છે.
• હાર્ટની તંદુરસ્તી વધારેઃ અંજીરનું સેવન હાર્ટ માટે ખૂબ સારું હોય છે. આ ઉચ્ચ ઘનત્વવાળા લિપોપ્રોટીનમાં વધારો કરવાનું કામ કરે છે, જે હૃદયની તંદુરસ્તી વધારે છે.
• ફર્ટિલિટી પાવર વધારેઃ અંજીરને ફર્ટિલિટીને વધારનાર ડ્રાયફ્રૂટ પણ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે જો તમને યૌન સંબંધિત સમસ્યા હોય તો તમારે દરરોજ રાત્રે દૂધમાં બેથી ત્રણ અંજીર નાખીને સેવન કરવું જોઇએ. તેનાથી આ સમસ્યા ઘણી હદ સુધી નિયંત્રણમાં આવી જાય છે.
• હાડકાં માટે ઉપયોગઃ અંજીરને મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. આમ તે હાડકાં માટે પણ ખૂબ ઉપયોગી છે. દરરોજ રાત્રે દૂધની સાથે લેવાથી સારા પરિણામ મળે છે.
• કોલેસ્ટ્રોલના દર્દીને લાભઃ જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ હાઇ છે તો અંજીરનું સેવન તમારા માટે ફાયદાકારક બનશે. તેમાં હાઇ પોલિપિડેમિક પ્રભાવ જોવા મળે છે. અંજીરનું સેવન ટ્રાઇગ્લિસરાઇડ નામના લિપીડ સીરમ સ્તરમાં ઘટાડો કરે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે.
• આંખો માટેઃ અંજીરમાં ભરપૂર માત્રામાં વિટામિન-એ હોવાના કારણે તેને આંખો માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનું સેવન રેટિનાના ખરાબ પ્રભાવને અટકાવવાનું કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter