હેલ્થ ટિપ્સઃ કોરોનાનો બોધપાઠઃ જીવતા રહ્યા તો જગ જીતીશું...

Sunday 04th April 2021 05:13 EDT
 
 

કોરોના મહામારીએ ભલે દુનિયાભરમાં કહેર વર્તાવ્યો હોય, પરંતુ તેણે અનેક મુદ્દે આપણને બોધપાઠ પણ ભણાવ્યો છે. જેમ કે...

• સૃષ્ટિ સર્વશક્તિમાન: આપણે જાણ્યું કે, સૃષ્ટિ પર કોઈનું નિયંત્રણ નથી. આપત્તિએ સ્વચ્છ હવા, પાણીની જરૂરિયાત સમજાવી.
• પરિવાર: ગમેતેટલી મોટી મુશ્કેલી હોય, પરિવાર સાથે હોય તો દરેક સમસ્યાનો ઉકેલ કાઢવો શક્ય છે.
• આરોગ્ય: કોરોનાએ શીખવાડ્યું કે તંદુરસ્તી સૌથી જરૂરી છે. જે તંદુરસ્ત છે, તે જ બીમારી સામે લડશે.
• ઈચ્છાશક્તિ: વેક્સિન આવે ત્યાં સુધી મહામારી સામેની લડાઈમાં સરકાર-સમાજની દૃઢ ઈચ્છાશક્તિ કામ લાગી.
• સંયમ: લોકડાઉનમાં મહામારી વિરુદ્ધ મોટું હથિયાર હતું સંયમ. આગળ પણ તે જ કામ લાગશે. જીવતા રહીશું તો જગ જીતીશું.
• શિસ્તઃ સાફ-સફાઈ હોય કે બે હાથનું અંતર... આવા શિસ્તપાલનથી જ સ્થિતિ બગડતાં અટકાવી શકાય છે.
• વર્તમાન: આપણે હંમેશા આવતીકાલની ચિંતામાં આજને જીવવાનું ભૂલી જઈએ છીએ. આપણે શીખ્યા કે, આજને જીવવું જરૂરી છે.
• દૃષ્ટિકોણ: લોકડાઉનમાં નાની-નાની વસ્તુઓમાં પણ ખુશીઓ શોધી. આપણો દૃષ્ટિકોણ બદલાયો.
• સમાજ: આફતમાં સામાજિક તાણાવાણાની ભૂમિકા મહત્ત્વની છે. એકજૂથ સમાજ સંકટને હરાવે છે.
• સન્માન: ડોક્ટર-પોલીસ જ નહીં, સફાઈ કર્મચારીનું પણ સન્માન કરતાં શીખ્યા. દરેકનું મહત્ત્વ છે, કોઈ પણ કામ નાનું નથી.
• બચતઃ નાણાં ખુશીઓ ખરીદી શકતા નથી, પરંતુ મુસીબતમાં કામ જરૂર લાગે છે. આપણે બચતનું મહત્ત્વ સમજ્યા.
• વિજ્ઞાનઃ વાઈરસ સાથે અસલી લડાઈ લડી વિજ્ઞાનીઓએ. પ્રથમ વખત આટલા ટૂંકા સમયમાં વેક્સિનનું નિર્માણ કરાયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter