તમે સવારે ખાલી પેટ જીરું, લવિંગ, ધાણા સહિતના મસાલાનું પાણી પીધું હશે પરંતુ શું તમે જાણો છો કે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરીને રોજ સવારે પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે? સવારે ખાલી પેટ જાયફળનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
જાયફળનું પાણી પીવાથી થતા ફાયદા
• જાયફળથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. સાથે તે કેલ્શિયમ, આયર્ન, મેંગેનિઝથી પણ ભરપૂર હોય છે, જે હાર્ટને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે
• જાયફળમાં ન્યૂરો-પ્રોટેક્ટિવ ગુણ પણ હોય છે. આ કમ્પાઉન્ડ મગજના ફંકશનને વધારે છે. તેનાથી યાદશક્તિ સુધરે છે અને મગજની બીમારીઓથી બચી શકાય છે.
• જાયફળનો ઉપયોગ કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. તે ડાયજેસ્ટિવ એન્જાઈમને ઉત્તેજિત કરે છે. તેનાથી ભોજન પચવામાં મદદ મળે છે. સાથે જ ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાથી પણ રાહત મળે છે.
• જાયફળમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં પણ મદદ કરે છે. જાયફળના પાણીથી કોગળા કરવાથી દાંત અને પેઢાની બીમારી થવાનું જોખમ ઘટે છે.
• જાયફળ તેની કૂલિંગ ઇફેક્ટ માટે પણ જાણીતું છે. તેનું પાણી પીવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. રાત્રે સૂતાં પહેલાં જાયફળ પાણીમાં ઉમેરીને પીવાથી અનિદ્રાના રોગીઓને ફાયદો થાય છે.
• જાયફળ એન્ટિઓક્સિડન્ટ અને એસેન્સિયલ ઓઇલથી ભરપૂર હોય છે. તે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે. તેમાં રહેલા કમ્પાઉન્ડ શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે અને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. તેના કારણે બીમારીઓ થવાનું જોખમ પણ ઘટે છે.
• જાયફળમાં એન્ટિ ઈન્ફલેમેટરી અને એન્ટિ માઇક્રોબિયલ ગુણ હોય છે. જાયફળનું નિયમિત રીતે સેવન કરવાથી ત્વચાની સમસ્યા જેમ કે ડાઘ, ખીલ વગેરે દૂર થાય છે.


