હેલ્થ ટિપ્સઃ દાંતને હેલ્ધી અને ક્લીન રાખવા માટે કેટલીવાર બ્રશ કરશો?

Saturday 02nd December 2023 08:24 EST
 
 

ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા માટે પૂરતી કાળજી રાખવી જરૂરી છે. નિયમિતરૂપે બ્રશ કરવાથી આપણાં દાંતમાં સડો કે અન્ય બીમારી પેદા કરનારા બેક્ટેરિયા દૂર થાય છે. સાફ અને ચમકતાં દાંત આપણી પર્સનાલિટીને પણ શાનદાર બનાવે છે. કેટલાક લોકો દાંત સાફ કરવા માટે સવાર-સાંજ બ્રશ કરે છે અને કેટલાક લોકો રાત્રે ટૂથબશ પણ કરે છે. હવે સવાલ એ ઊઠે છે કે દાંતને હેલ્ધી અને ક્લીન રાખવા માટે દિવસમાં કેટલી વાર બ્રશ કરવું જોઈએ. આવો આપણે જાણીએ.
કેટલી વાર અને કેટલો સમય?
એક્સ્પર્ટ્સ કહે છે કે દાંતને હેલ્ધી અને સ્વચ્છ રાખવા માટે દરરોજ બ્રશ કરવું જોઈએ. મેડિકલ એક્સ્પર્ટ્સ અનુસાર દિવસમાં બે વખત બ્રશ અવશ્ય કરવું જોઈએ અને કંઈ પણ ખાધા બાદ કોગળા કરીને મોઢું સાફ કરવું જોઈએ. આવું કરવાથી દાંતમાં ફસાયેલી ગંદકી અને બેક્ટેરિયા દૂર થાય છે. નિષ્ણાતો કહે છે કે તમામ લોકોએ ઓછામાં ઓછી ૩ મિનિટ બ્રશ કરવું. એટલું જ નહીં, દરરોજ સવારે અને રાત્રે દાંતને સાફ કરવાની આદત પાડવી જોઈએ.
માઉથવોશનો ઉપયોગ
એક્સ્પર્ટ્સ કહે છે કે દિવસમાં બે વખત માઉથવોશનો ઉપયોગ કરવો જોઈએ. માઉથવોશમાં રહેલા કેટલાક તત્ત્વો તમારા દાંત, પેઢાં અને જીભ આસપાસ ફસાયેલા દ્રવ્યોને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી જ્યારે તમે કંઈ પણ ખાઓ છો એ બાદ કોગળા કરવા જોઈએ. હા, માઉથવોશનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળશો. તેનાથી મોઢામાં ડ્રાયનેસ આવી શકે છે.
બ્રશની ક્વોલિટી
ડેન્ટિસ્ટ કહે છે કે બ્રશની ક્વોલિટી સારી હોવી જોઈએ અને ટૂથપેસ્ટ પણ નોર્મલ હોવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter