હેલ્થ ટિપ્સઃ દાડમના સેવનથી આરોગ્યને થતા ફાયદા જાણો

Saturday 07th January 2023 08:19 EST
 
 

દાડમ એક સ્વાદિષ્ટ, મધુર અને રસદાર ફ્ળ છે. તે ઘણા રોગોમાં પણ ફાયદાકારક છે. તબીબો શરીરની અશક્તિ દૂર કરવા માટે દાડમ ખાવાની સલાહ આપે છે. દાડમ વિટામિન સી અને બીનો સારો સ્ત્રોત ગણાય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. દાડમના સેવનથી સ્વાસ્થ્યને થતા અનેક લાભો પર એક નજર.
• કોશિકાઓને મજબૂત કરે છેઃ દાડમમાં શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ ગુણ હોય છે. દાડમના રસમાં અન્ય ફ્ળોના રસ કરતાં વધુ એન્ટિ ઓકિસડન્ટ હોય છે. તેના સેવનથી કોશિકાઓને નુકસાનથી બચાવી શકાય છે અને સોજાને ઘટાડી શકાય છે.
• કેન્સર નિવારણઃ કેન્સરથી પીડિત લોકો માટે દાડમનો રસ ખૂબ ફાયદાકારક છે. પ્રોસ્ટેટ કેન્સરની કોશિકાઓને રોકવા માટે દાડમના રસનું સેવન કરવું જોઈએ. તે કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે.
• અલ્ઝાઈમરથી બચાવે છેઃ દાડમના દાણા અલ્ઝાઈમરની બીમારીને આગળ વધતા અટકાવે છે અને વ્યક્તિની યાદશક્તિ જાળવી રાખવામાં પણ મદદ કરે છે.
• પાચનક્રિયાઃ દાડમનો રસ આંતરડાના સોજાને ઓછો કરીને પાચનમાં સુધારો કરી શકે છે. અલબત્ત, ઝાડાના દર્દીઓને દાડમના રસનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
• હૃદયરોગઃ દાડમનો રસ હદયરોગ માટે ઘણો ફાયદાકારક છે. હૃદય અને ધમનીઓને વિવિધ રોગોથી બચાવવા માટે દાડમના રસનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
• બ્લડ પ્રેશરઃ દાડમનો રસ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
• ડાયાબિટીસઃ ડાયાબિટીસ થવાની શક્યતા હોય કે ડાયાબિટીસ થયો હોય તેમણે દાડમનો રસ પીવો જોઈએ. દાડમ ઈન્સ્યુલિન ઘટાડવા અને બ્લડ સુગર ઘટાડવામાં ઉપયોગી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter