હેલ્થ ટિપ્સઃ પનીર ખાવાના ફાયદા જરૂર છે, પણ ગેરફાયદા ય જાણી લો...

Saturday 25th November 2023 04:43 EST
 
 

પનીરને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ ફાઈબર અને એન્ટિઓક્સિડેન્ટ જેવા ગુણ જોવા મળે છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. આ સિવાય બીજા પણ ઘણા ફાયદા છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે આટલા બધા ફાયદા હોવા છતાં પણ પનીર શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
• પનીર પ્રોટીનનો સારો સ્ત્રોત જરૂર છે, પરંતુ જો શરીરમાં પ્રોટીનની માત્રા વધુ હોય તો ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. આથી પનીરનું એક સાથે વધુ સેવન ન કરવું જોઈએ.
• પનીરમાં ફેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આવી સ્થિતિમાં, તેના સેવનથી કોલેસ્ટ્રોલની માત્રા વધી શકે છે, જેના કારણે તમારે હૃદય સંબંધિત રોગોનો સામનો કરવો પડી શકે છે.
• જે લોકોને લેક્ટોઝ ઈનટોલરન્સની સમસ્યા હોય છે. પનીરનું સેવન તેમના માટે એલર્જી બની શકે છે. જોકે પનીરમાં લેક્ટોઝ ઓછી માત્રામાં હોય છે, પરંતુ તેમ છતાં સાવચેતી તરીકે તેનું ઓછું સેવન કરવું વધુ સારું છે.
• પનીરનું વધુ પડતું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે. તમારા પેટમાં બ્લોટિંગ થઈ શકે છે. તેનાથી હાર્ટબર્ન અને પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. પનીર પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે તેને પચવામાં પણ સમય લાગે છે. જો તમે પનીર વધારે ખાશો તો પેટ ફૂલવાની કે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
• વધુ પનીરનું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો પનીરને ડાયટમાંથી કાઢી નાખો અથવા તો પ્રમાણ મર્યાદિત રાખો.
• જો તમને હાઇ બીપીની સમસ્યા છે તો તેનું વધુ પડતું સેવન ન કરો, કારણ કે તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.
• જો પનીર બનાવવા માટે વપરાતું દૂધ પેશ્ચરાઈઝ્ડ ન હોય અથવા પનીરને કાચું ખાવામાં આવે તો બેક્ટેરિયલ ઈન્ફેક્શનની શક્યતા વધી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter