હેલ્થ ટિપ્સઃ પેટની ગરબડથી પરેશાન છો? પપૈયું આરોગો સ્વસ્થ રહો!

Saturday 15th July 2023 05:44 EDT
 
 

જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો પપૈયું ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સસ્તાં અને સરળતાથી મળી રહેતાં પપૈયાના સેવનથી પેટના રોગો દૂર થાય છે. ફાઈબરથી ભરપૂર આ ફળમાં અન્ય ઘણા પોષક તત્ત્વો પણ હોય છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને જડમૂળથી દૂર કરે છે. આવો આજે જાણીએ પપૈયા ખાવાના પાંચ અદ્ભુત ફાયદા...
• હાર્ટ ડિસીઝઃ આજકાલ ખરાબ ખોરાકને કારણ હૃદયરોગનો ખતરો વધી ગયો છે. જો તમે તમારા હૃદયને આનાથી બચાવવા માંગતા હોવ તો તમારે નિયમિત પપૈયું ખાવું જોઈએ. તે એન્ટિ-ઓક્સિડન્ટનો ખજાનો છે. તેમાં વિટામિન એ, સી અને વિટામીન ઈ પણ ભરપૂર માત્રામાં હોય છે. અનેક પોષક તત્ત્વોને કારણે તેના સેવનથી હૃદયની બીમારીઓનુ જોખમ ઓછું થઈ શકે છે.
• ડાઇજેશનઃ પાકેલું પપૈયું પાચન માટે ખૂબ જ ફાયદાકરક છે. ફાઇબરથી ભરપૂર આ ફળમાં બે એન્ઝાઇમ - પેપેઇન અને સાયમોપેઇન જોવા મળે છે. બંને ઉત્સેચકો પ્રોટીનનું પાચન કરે છે. તેથી તે પાચનમાં સુધારો કરે છે અને બળતરા ઘટાડવાનું કામ કરે છે.
• આર્થરાઇટિસઃ સાંધાની સમસ્યા, આર્થરાઇટિસમાં પણ પપૈયું અસરકારક સાબિત થઈ શકે છે. તેના પેપેઇન અને સાયમોપેપઇન એન્ઝાઇમ બળતરા ઘટાડવાનું કામ કરે છે. જેના કારણે આર્થરાઇટિસની તીવ્ર પીડા અને બળતરા ઓછા થઈ શકે છે.
• પ્રોસ્ટેટ કેન્સરઃ પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં જોવા મળતો એક ગંભીર રોગ છે. તેના ઉપયોગથી પ્રોસ્ટેટ કેન્સરને રોકી શકાય છે. આ ફળમાં લાઇકોપીન જોવા મળે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વધુ લાઇકોપીન પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter