જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ કરવું ત્યારે તો આ ઉપાય બહુ ઉપયોગી બને છે. ચાલો તેમના વિશે જાણીએ...
બ્લડ શુગર લેવલ સારું રહેશે
દલિયા તરીકે પણ જાણીતા ઘઉંના ફાડાનું ગ્લાયસેમિક ઈન્ડેક્સ 41-45 હોય છે. જ્યારે સફેદ ચોખાનું જીઆઈ 70+ હોય છે. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ્સ ધીરે-ધીરે ગ્લુકોઝ રિલીઝ કરે છે. બ્લડ શુગર સ્પાઇક્સ નથી હોતા.
હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો
દલિયામાં મેગ્નેશિયમ અને બીટા ગ્લુટન જેવા કમ્પાઉન્ડ્સ હોય છે. જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી હાર્ટ ડિસીસનું રિસ્ક 20-30 ટકા સુધી ઘટી શકે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
દલિયામાં ફાઇબર વધુ હોય છે, જે પેટ ભરાયા હોવાનો સંતોષ આપે છે અને ભુખ ઓછી કરે છે. એક કપ દલિયામાં આશરે 6 ગ્રામ ફાઇબર અને 150-170 કેલેરી હોય છે, જ્યારે આટલા જ માત્રાના ચોખામાં એક ગ્રામથી ઓછું ફાઇબર અને લગભગ 200 કેલેરી હોય છે.