આજની દોડધામભરી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી વધતી જાય છે. ફેટી લીવરની સમસ્યા લીવરમાં ગંદકી અથવા તો ફેટ જામી જવાના કારણે થાય છે. આ સમસ્યા સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે, જેનું મોટું કારણ છે લીવર બરાબર કામ ન કરતું હોય. આ સ્થિતિમાં મગની દાળનું પાણી શરીરમાં જામેલી ફેટને ડિટોક્સ કરવામાં અને પાચનક્રિયાને તેજ કરવામાં મદદ કરે છે. મગની દાળનું પાણી લીવર સેલ્સમાં જામેલી ગંદકીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે, જેના કારણે લીવરની કાર્યક્ષમતા સુધરે છે. મગની દાળનું પાણી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ધમનીઓને સાફ રાખવામાં મદદ કરે છે, જેના કારણે હૃદયરોગનું જોખમ ઘટી જાય છે. ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યામાં સવારે ખાલી પેટ મગની દાળનું પાણી પીવું જોઈએ. જે લોકોને વજન ઘટાડવું છે તેમણે પણ મગની દાળનું પાણી પીવું જોઈએ આ સૌથી બેસ્ટ વિકલ્પ છે. મગની દાળમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર વધારે, જેના કારણે પેટ કલાકો સુધી ભરેલું લાગે છે અને અનહેલ્થી ફૂડ ખાવાની ક્રેવિંગ ઓછી થઈ જાય છે.
મગની દાળનું પાણી કેવી રીતે બનાવવું? મગની દાળ સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી દેવી. પલાળેલી દાળને ત્રણ કપ પાણી સાથે બરાબર ઉકાળો. તેમાં થોડી હળદર અને નમક ઉમેરી શકાય છે. દાળ જ્યારે પાણીમાં ગળી જાય તો ગેસ બંધ કરી દો અને દાળને ગાળી તેનું પાણી અલગ કરી લો.
મગની દાળનું પાણી ક્યારે પીવું? મગની દાળનું પાણી દિવસમાં કોઈપણ સમયે પી શકાય છે. ભોજનની વચ્ચેના સમયમાં પણ મગની દાળનું પાણી પી શકાય છે. સવારે ખાલી પેટ પણ પી શકાય છે.


