હેલ્થ ટિપ્સઃ મીઠો લીમડો ભોજનનો સ્વાદ સુધારે છે, હૃદયરોગ - કેન્સરથી બચાવ કરે છે

Sunday 11th April 2021 06:17 EDT
 
 

ભારતીય ભોજન પરંપરામાં લીમડો આગવું સ્થાન ધરાવે છે. દાળ-શાક-કઢીનો વઘાર હોય કે અન્ય કોઇ ચીજના વઘારની વાત હોય, લીમડો અચૂક વપરાય છે. મીઠા લીમડાનો રસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડીને હૃદયરોગનો ખતરો ઘટાડો છે. તે સ્તન કેન્સર અને ફેફસાંના કેન્સરથી પણ બચાવ કરે છે. આ વાત સંશોધનમાં પણ સાચી સાબિત થઈ ચૂકી છે.
ખાનપાનમાં ઉપયોગમાં લેવાતો લીલો લીમડો આપણને અનેક બીમારીઓથી બચાવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે મીઠા લીમડાના પત્તા ભોજનના સ્વાદને અને સુંગધને વધારે છે. પ્રાચીન કાળમાં કઢીનો વઘાર કરવા તેનો ઉપયોગ થતો હોવાથી તેને કઢી પત્તા જેવું નામ મળ્યું છે.
વૈજ્ઞાનિક ભાષામાં તે મુરાયા કોએનીજી તરીકે ઓળખે છે. મીઠો લીમડો મહદંશે ભારત અને શ્રીલંકામાં મળે છે. દક્ષિણના રાજ્યો ઉપરાંત સિક્કિમ આસામ અને પશ્ચિમ બંગાળમાં મીઠો લીમડો મળે છે. ઉત્તર ભારતમાં જેટલું મહત્ત્વ તુલસીનું છે તેટલું જ મહત્ત્વ દક્ષિણ ભારતમાં મીઠા લીમડાનું છે. મીઠા લીમડાના છોડની ઊંચાઈ ૨થી ૪ મીટર હોય છે. તેને ઘરના બગીચામાં પણ ઉછેરી શકાય છે.
મીઠો લીમડો શરીર માટે જરૂરી પોષક તત્ત્વોની ઊણપ દૂર કેર છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામિન બી-૨, બી-૬, અને બી-૧૨ જેવા પોષક તત્ત્વોનો સમાવેશ થાય છે. જે લોકો હૃદયરોગની તકલીફનો સામનો કરી રહ્યા હોય તેમણે ખાનપાનમાં મીઠા લીમડાનો ઉપયોગ અચૂક કરવો જોઈએ.
મીઠો લીમડો કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડને ઘટાડીને હૃદયરોગના ખતરાને ઘટાડે છે. પેટની તકલીફો, ઊલટી જેવી બીમારીના સારવાર માટે તે ઉપયોગી છે. તે એન્ટિ-માઇક્રોબિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટેરી હોય છે. અનેક પ્રકારના બેક્ટેરિયાથી તે બચાવ કરે છે. ટામેટાંની ચટણી, બ્રેડપકોડા, મઠરી, તુવેરની દાળ, સાંભાર વગેરેમાં તેનો ઉપયોગ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter