ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ડાયેટના કારણે શરીરના અંદરના અંગોને પણ નુકસાન થવાની શક્યતા વધી જાય છે. શરીરનું વજન વધે છે ત્યારે ઘણી બધી ક્રોનિક બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. જે લોકોનું વજન અચાનક વધી ગયું હોય તેમણે આ બાબતે સમયસર ચેતી જવું જોઈએ.
• હાર્ટ: શરીરનું વધતું વજન હાર્ટ માટે સૌથી ખરાબ છે. તે હાર્ટને સૌથી વધુ પ્રભાવિત કરે છે. શરીરનું વજન જેટલું વધારે હોય છે એટલું વધારે પ્રેશર હાર્ટ પર આવે છે. શારીરિક ગતિવિધિ કરવા માટે હાર્ટને બ્લડ પંપ કરવાની જરૂર પડે છે. વધારે વજન હોય તો આ પ્રક્રિયા મુશ્કેલ થઈ જાય છે.
• કિડની: શરીરનું વધેલું વજન સીધું અસર કરે છે. વજન વધવાના કારણે હાઈ બ્લડ પ્રેશર થઈ જાય છે અને તે કિડનીને પણ પ્રભાવિત કરે છે.
• લીવર: જે લોકોનું વજન લાંબા સમયથી વધારે હોય તેમનું લીવર પણ પ્રભાવિત થવા લાગે છે. જે લોકોનું વજન વધારે હોય તેમને ફેટી લીવર થવાનું જોખમ પણ અનેકગણું વધી જાય છે તે ભૂલશો નહીં.
• ફેફસાંઃ શરીરનું વજન વધી જવાથી ફેફસાંને પણ નુકસાન થાય છે. વર્ષોથી જેમનું વજન વધારે છે અને તેઓ વજન ઘટાડવાના પ્રયત્નો નથી કરતા તેમને લાંબા સમયે શ્વાસ સંબંધિત બીમારી થવા લાગે છે કારણ કે તેમના ફેફસાં નબળા પડી જાય છે.
• આંતરડા: મેદસ્વિતાના કારણે આંતરડા પણ ગંભીર રીતે ડેમેજ થઈ શકે છે. સ્થૂળતાના કારણે આંતરડાની પોષક તત્ત્વોને અવશોષિત કરવાની ક્ષમતા ઘટી જાય છે. જેના કારણે કબજિયાત, છાતીમાં બળતરા જેવી તકલીફો થવાની શરૂઆત થઈ જાય છે.


