હેલ્થ ટિપ્સઃ રસોડાની રાણી હિંગના ઔષધીય ઉપયોગ પણ જાણો

Monday 09th November 2026 04:56 EST
 
 

હિંગ એવો જાદુઈ મસાલો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ગેસ-અપચો, પેટ ફૂલી જવું જેવી તકલીફમાં થાય છે પરંતુ હિંગનો ઉપયોગ કરીને ડાયાબિટીસ અને બીપીને પણ મેનેજ કરી શકાય છે.
ડાયાબિટીસ અને બીપીમાં હિંગથી થતા લાભ
ભોજનમાં જે હિંગનો ઉપયોગ થાય છે તે એન્ટિ ઇન્ફિલમેન્ટરી, એન્ટિ ડાયાબિટીસ, એન્ટિ વાઈરલ મસાલો છે. હિંગમાં ઘણા બધા પોષક તત્ત્વો છે, જ્યારે પણ તમે હિંગનું સેવન કરો છો તો તેના ગુણ સુગર અને બીપી સામે લડવાનું શરૂ કરી દે છે. તે લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. પણ હિંગનો ઉપયોગ કઇ રીતે કરશો?
• હિંગથી થતા ફાયદા મેળવવા માટે ભોજન બનાવતી વેળા હિંગનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય જમ્યાની 30 મિનિટ પછી એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ચપટી હિંગ ઉમેરીને પી લેવાથી પણ લાભ થાય છે.
• માથાનો દુખાવો, માઈગ્રેન કે માસિક સમયે થતા દુ:ખાવાને મટાડવા માટે એક ચપટી હિંગ અને અડધી ચમચી મેથી દાણાનો પાવડર હૂંફાળા પાણી કે છાશ સાથે પીવાથી ફાયદો થાય છે.
• અસ્થમા, ન્યૂમોનિયા જેવા લક્ષણને ઘટાડવા માટે એક ચમચી હિંગમાં થોડુંક પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને છાતી ઉપર લગાવી બેથી ત્રણ કલાક માટે છોડી દો.
• નાના બાળકોને ગેસ કે પેટની અન્ય તકલીફ સમયે હિંગની પેસ્ટ બનાવી બાળકોની નાભિની આસપાસ ગોળાકારમાં લગાડી દો. થોડીક વારમાં તેને રાહત થઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter