જો તમે સવારની શરૂઆત તુલસીના પાણી સાથે કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક પુરવાર થાય છે. આયુર્વેદમાં તુલસીને ‘વિષ્ણુપ્રિયા’ કહેવામાં આવી છે અને તેનો ઔષધરૂપે ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી શરીરને આ પાંચ ફાયદા થાય છે.
1) શરદી-ખાંસીથી સુરક્ષાઃ વરસાદ અને ઠંડીની ઋતુમાં તુલસી પાણી સૌથી કારગર માનવામાં આવે છે. તે આપણા ગળાનો દુખાવો, ખાંસી અને શરદીમાં રાહત આપે છે.
2) કિડનીના સ્વાસ્થ્યમાં સુધારોઃ તુલસીનો રસ ks તુલસીનું પાણી કિડનીને ડિટોક્સ કરે છે. લાંબા સમય સુધી નિયમિત સેવન કરવાથી કિડનીની પથરી દૂર કરવામાં મદદ મળે છે.
૩) બ્લડ સુગર કંટ્રોલઃ ડાયાબિટીસના દર્દીઓ માટે તુલસી ફાયદાકારક છે. સવારે ખાલી પેટે 2-3 પાન ચાવી જાવ અથવા તુલસીનું પાણી પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
4) સ્કીન ઇન્ફેક્શન દૂર કરે છેઃ તુલસી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ધરાવે છે. તેનું પાણી ત્વચાને ક્લિન કરે છે અને ફંગલ ચેપ જેવી સમસ્યાઓથી બચાવે છે.
5) હૃદયની સુરક્ષા: તુલસીમાં રહેલા વિટામિન-સી અને યુજેનોલ જેવા એન્ટી ઓકિસડન્ટ આપણા હૃદયને મજબૂત બનાવે છે અને તેને ફ્રી રેડિકલથી બચાવે છે. તેથી તે હૃદયનું સુરક્ષા કરે છે.