શરીરને સ્વસ્થ રાખવા અને વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે, તમે રોટલી બનાવતા પહેલા લોટમાં આ એક વસ્તુ ભેળવી શકો છો. આપણા રસોડામાં કાયમ હાજર જીરું એક એવો મસાલો છે જે ફક્ત સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે વિટામિન B12નો ઉત્તમ સ્ત્રોત પણ છે? હા, તમે સાચું સાંભળ્યું છે.
વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની ઉણપને કારણે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો. વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે રોટલી કેવી રીતે બનાવવી. જો તમે રોજિંદા ભોજનમાં રોટલી આરોગો છો અને વિટામિન B12ની ઉણપને દૂર કરવા માંગો છો, તો તમે રોટલી બનાવતા પહેલા લોટમાં એક ચમચી જીરું પાવડર મિક્સ કરી શકો છો. તમે તમારા આહારમાં અન્ય પ્રકારે પણ જીરુંનો સમાવેશ કરી શકો છો.
વિટામિન B12ની ઉણપના લક્ષણો ક્યા?
• ચીડિયાપણું • ભૂખ ન લાગવી • ઉબકા આવવા • વજનમાં ઘટાડો • મોં કે જીભમાં દુખાવો • પીળાશ પડતી ત્વચા • સતત સુસ્તી કે નબળાઈ • હાથ અને પગમાં ઝણઝણાટી • ભૂલવાની સમસ્યા
ભોજનમાં શા માટે જીરું સામેલ કરવું જોઇએ?
જીરામાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા ખનીજ જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં વિટામિન A, વિટામિન C, વિટામિન E અને વિટામિન B3 (નિયાસિન) પણ જોવા મળે છે. જો તમે તેનું દરરોજ સેવન કરો છો, તો તે પાચન સમસ્યાઓમાં રાહત મેળવવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તમે શરીરની બળતરા ઘટાડવા ઇચ્છતા હો કે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવા ઇચ્છતા હો તો તેના પાણીનું સેવન પણ કરી શકો છો.