હેલ્થ ટિપ્સઃ લીલી ડુંગળી આરોગો, હાડકાં મજબૂત બનાવો

Saturday 06th January 2024 06:19 EST
 
 

શિયાળાની શરૂઆત સાથે તાજા અને લીલા શાકભાજી મળવા લાગે છે. આ સિઝનમાં સૌથી વધારે લીલું લસણ અને લીલી ડુંગળી જોવા મળે છે. શિયાળામાં મોટાભાગના લોકો લીલી ડુંગળીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જોકે લીલી ડુંગળીનો ઉપયોગ કરતા લોકો પણ તેનાથી થતા ફાયદા વિશે અજાણ હોય છે. આજે તમને જણાવીએ કે જો તમે શિયાળામાં લીલી ડુંગળી ખાવાનું રાખો છો તો તેનાથી શરીરની કઈ કઈ બીમારીઓ દૂર થાય છે અને તેનાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
• હાડકાં મજબૂત થાય છેઃ શિયાળામાં જો તમે લીલી ડુંગળીનું સેવન કરો છો તેને તેનાથી તમને આમ તો ઘણા ફાયદા થાય છે, પરંતુ સૌથી વધુ ફાયદો હાડકાંને થાય છે. લીલી ડુંગળી હાડકાંને મજબૂત બનાવે છે કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.
• પેટ સંબંધિત સમસ્યાઃ જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે તો લીલી ડુંગળી ખાવાની શરૂઆત કરી જ દેજો કારણ કે લીલી ડુંગળીમાં રહેલા પોષકતત્ત્વો પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. આ ઋતુ દરમિયાન લીલી ડુંગળી ખાવાથી પાચનતંત્રનું સ્વાસ્થ્ય સુધરે છે.
• ડાયાબિટીસઃ લીલી ડુંગળીમાં એન્ટિ ડાયાબિટીસ ગુણ હોય છે, જે ડાયાબિટીસના જોખમને ઘટાડે છે. જો તમે લીલી ડુંગળીનું સેવન કરો છો તો તે તમારા માટે વરદાન સાબિત થશે કારણ કે તેનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી ઘટી જાય છે.
• આંખની સમસ્યાઃ આંખ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે પણ લીલી ડુંગળી ફાયદાકારક છે. તેમાં રહેલું કેરોટિનોઈડ્સ અને વિટામિન એ આંખ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter