હેલ્થ ટિપ્સઃ સદાબહાર સ્વાસ્થ્ય માટે અપનાવો સ્વદેશી

Saturday 26th September 2020 05:24 EDT
 
 

કોઈ પણ જાતના વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી અપનાવશો તો જીવનભર વિદેશી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ.

• ધાણા સ્વભાવે ઠંડા, ગરમીને મારે દંડા.
• લસણ કરે પોષણ, મેદનું કરે શોષણ.
• તીખું તમતમતું આદુ, માણસ ઉઠાડે માંદુ.
• લીંબુ લાગે ખાટું, રોગને મારે પાટું.
• પીળી તૂરી હળદર, શરીરની મટાડે કળતર.
• મઘમઘતી હીંગ, રસોડાની છે કીંગ.
• ખાવ ભલે બટાકા, હીંગ બોલાવે ફટાકા.
• કઢીમાં મીઠો લીમડો, પ્રગટાવે આરોગ્યનો દિવડો.
• પચાવવા લાડુ બુંદીનો, રોજ ખાઓ ફૂદીનો.
• ખાવ કાળા મરી, સંસાર જાશો તરી.
• કાળા મરી છે નકકર, મટાડે એ ચક્કર.
• માપસર જમો, પછી ફાકો અજમો.
• તીખા લાંબા તમાલપત્ર, મજબૂત કરે મગજનું તંત્ર.
• નાના નાના તલ, શરીરને આપે બળ.
• જીરાવાળી છાશ, પેટ માટે હાશ.
• લીલી સૂકી વરિયાળી, જિંદગી બનાવે હરિયાળી.
• લાલ તીખા મરચા, બીજે દિવસે બતાવે પરચા.
• કજિયાનું મૂળ હાંસી, લવિંગ મટાડે ખાંસી.
• વધુ ખાવાથી વાંધો, આંબલી દુખાડે સાંધો.
• કાળું કાળું કોકમ, ખૂજલી માટે જોખમ.
• પેટને માટે દુવા, તીખાતીખા સૂવા.
• કમ્મર પર ના મારો હથોડા, રોજ ખાઓ ગંઠોડા.
• મોંમાંથી આવે વાસ, તો એલચી છે મુખવાસ.
• ઝાડા કરે ભવાડા, જાયફળ મટાડે ઝાડા.
• રોજ રોજ ખારો, ના લો તો સારો.
• પથારીમાંથી ઉઠ, ને ફાકવા માંડ સૂંઠ.
• રોજ ખાઓ તજ, રોગ નહિ રાખે રજ.
• કોળાના બીજ, આપની ઈમ્યૂન સિસ્ટમને કરે નિજ.
• કેરીની ગોટલી આરોગ્યની પોટલી.
• સરગવો ખાઓ બીમારીઓ ભગાવો.
• પારિજાતના ઉકાળો દુઃખાવા મટાડો.
• નગોડના નવ ગુણ દુઃખતી નસ કરે દૂર.
• ઉકાળીને પીવો ગળો બધા રોગની જળો.
• ખાઓ ચાવીને અળસી કોઈ રોગ નહિ મળશે.
• નમક સિંધવ બધા રોગનો બાંધવ.
• કપૂર કરશે પૂરી રક્ષા આપના કુટુંબની.
• અર્જુન છાલ હૃદયના ખોલે વાલ.
• બ્રાહ્મી સાથે દૂધ, મગજના જ્ઞાનતંતુઓને રાખે શુદ્ધ.
• ડોડીના પાન આંખોની વધારે શાન.
• રોજ ખાઓ તુલસીપત્ર, બીમારીઓ નહિ આવે અત્ર.
• વધારો ફેફસાંની શક્તિ, કરો જેઠીમધની ભક્તિ.
• ગોખરુ પ્રોસ્ટેટ માટે સાવ ખરું.
• ખાઓ શંખપુષ્પી વધારો બુદ્ધિ.
• મામેજવો ને લીમડાની છાલ, ડાયાબીટીસ જાય હાલ.
• બાવળની શીંગ સાંધાના દુઃખાવાની રીંગ.
• ખાઓ રોજ મેથી તો NO એલોપથી.
• દાડમનો રસ શક્તિનો જશ.
• અશ્વગંધા ચૂર્ણ સ્નાયુ - સાંધાનું પકડે મૂળ.
• રજકો ને જવારા, વિટામિન B12 માટે સારા.
• પપૈયા પાનનો રસ, ડેગ્યુંને કહે હવે ખસ.
•મુલતાની માટી, ગુલાબની પાંખડી અને ચંદન ચહેરાને કરે વંદન
• મીઠા લીમડાના પાન વાળની વધારે શાન
આવો કુદરતના ખોળે જીવવાનું ચાલુ કરીએ અને જીવનભર નિરોગી અને હૃષ્ટપુષ્ટ રહીએ. થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો. આરોગ્યની ગુરુચાવી એટલે યોગ, આહાર અને આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter