હેલ્થ ટિપ્સઃ સીડીનું એક પગથિયું ચાર ડગલાં સમાન

Saturday 22nd July 2023 07:13 EDT
 
 

શારીરિક સક્રિયતા શરીર અને મગજ બંને માટે અત્યંત જરૂરી છે. 30 મિનિટ મધ્યમથી તેજ ગતિની કસરત અત્યંત જરૂરી છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર અઠવાડિયે 150 મિનિટ કસરતની સાથે જ બે દિવસ મધ્યમથી તેજ ગતિની સ્ટ્રેન્થ ટ્રેનિંગનો ગોલ અઘરો લાગે છે, પરંતુ કસરત માટે આ ગોલ રોજની નાની-નાની એક્ટિવિટીથી પણ પૂરો કરી શકાય છે. યુવાન વ્યક્તિએ તંદુરસ્ત રહેવા માટે અઠવાડિયામાં 150 મિનિટ એટલે કે પાંચ દિવસ રોજ ઓછામાં ઓછી 30 મિનિટની કસરત કરવી જોઇએ.

• ડિનર પછી વોકઃ જો તમે સપ્તાહમાં દરરોજ 30 મિનિટ કસરત કરી શકતા નથી તો દ૨૨ોજ રાતના ભોજન પછી 20 મિનિટની વોક જરૂર કરો. ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર ભોજન પછી 15 મિનિટ વોક બ્લડ શુગર લેવલને સામાન્ય કરવામાં મદદ કરે છે.

• રોજ સવારે સ્ક્વેટ એક્સરસાઈઝ: પગમાં શરીરની સૌથી મોટી માંસપેશીઓ હોય છે. આથી કેટલાક સ્ક્વેટનો નાનકડો સેટ ઓછી મહેનતે શરીરની ઘણી ઊર્જા બાળે છે. તેનાથી મેટાબોલિઝમ સુધરે છે. પાંચ સ્ક્વેટના એક સેટથી શરૂ કરો, જેને 8થી 12 સ્ક્વેટના ત્રણ સેટ સુધી લઈ જઈ શકાય છે.
• સીડીનો વધુને વધુ ઉપયોગ: સીડીનું એક સામાન્ય પગથિયું સમતળ જમીન પર ચાલવામાં આવેલા ચાર પગલાં સમાન છે. વ્યક્તિના 2000 પગલાં એક માઈલ જેટલા છે. આથી જો 50 પગથિયા પણ ચઢીએ તો તે 2000 પગલાં ચાલવા સમાન હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter