૭૦૦,૦૦૦થી વધુ લોકોને સ્થૂળતા સામે લડવા ડાયેટનું પ્રીસ્ક્રિપ્શન

Wednesday 17th March 2021 10:12 EDT
 
 

લંડનઃ યુકેમાં કોવિડના ઊંચા મૃત્યુદર માટે ઓવરવેઈટ હોવાનું તેમજ WHO દ્વારા પશ્ચિમી જગતને જાગી જવાની ચેતવણી આપતા રિપોર્ટ પછી સ્થૂળતા સામે લડવાના હિસ્સારુપે જનરલ પ્રેક્ટિશનર્સ (GPs) ૭૦૦,૦૦૦થી વધુ લોકો માટે ડાયેટનું પ્રીસ્ક્રિપ્શન આપશે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના રિપોર્ટ અનુસાર જે દેશમાં ઓબેસિટીની સમસ્યા છે ત્યાં અંશતઃ ૧૦માંથી ૯ કેસનું કોરોનાથી મૃત્યુ થયું છે. સરકાર દ્વારા નેક્ટર કાર્ડના પ્રણેતા સર કિથ મિલ્સને લાઈફ સ્ટાઈલ પરિવર્તનોના અભિગમનું નેતૃત્વ સોપાંયું છે. યુકેમાં બે તૃતીઆંશથી વધુ વયસ્કો મેદસ્વી છે.

સ્થૂળતાની સમસ્યાનો સામનો કરવા સરકારની નવી ૧૦૦ મિલિયન પાઉન્ડની યોજનાના કેન્દ્રમાં લાઈફસ્ટાઈલ ચેન્જ માટે નવી એપને લોન્ચ કરાશે જે કેલોરીના વપરાશ અને કસરતના પ્રમાણ પર ધ્યાન રાખશે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા વધુ વજન ધરાવતા કે મેદસ્વી વયસ્કો અને બાળકો શ્રેણીબદ્ધ પહેલ જાહેર કરવામાં આવી છે.

જનરલ પ્રેક્ટિશનર્સને સ્થૂળ પેશન્ટ્સને તેમના વધુપડતા વજન વિશે સલાહ આપી વજન ઘટાડવાના પ્લાન્સ પ્રીસ્ક્રાઈબ કરશે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના રિપોર્ટમાં જણાવાયું છે કે સ્થૂળતાની સમસ્યા ધરાવતા દેશોમાં કોવિડ-૧૯થી ૧૦માંથી ૯ લોકોના મોત અંશતઃ વધુપડતા વજનના કારણે થયા હતા.

વિશ્વમાં સૌથી ઊંચા સ્થૂળતા દરમાં ચોથો ક્રમ ધરાવતા યુકેનો કોવિડથી સૌથી વધુ મોતમાં ત્રીજો ક્રમ છે.વિશ્વના દેશોમાં ઓબેસિટીના દર તેમજ કોરોના વાઈરસથી મોતનું વિશ્લેષણ કરાયેલા આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે જે દેશોની વસ્તીમાં ૫૦ ટકા કે તેથી વધુ લોકો સ્થૂળ છે ત્યાં મૃત્યુનો દર ૧૦ ગણો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ અનુસાર ૨.૫ મિલિયન વૈશ્વિક મોતમાંથી ૨.૨ મિલિયન મોત સ્થૂળતાના ઊંચા દરના દેશોમાં થયા છે તેને જાગી જવાની ચેતવણી સમાન ગણવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter