સોશિયલ મીડિયાથી બાળકોની મેચ્યોરિટીમાં ઘટાડો

Thursday 16th August 2018 03:25 EDT
 
 

લંડનઃ સોશીયલ મીડિયા અને વીડિયો ગેમ્સને લીધે બાળકોમાં ત્રણ વર્ષના બાળકો જેવી માનસિક અને ભાવુક અપરિપક્વતા સર્જાતી હોવાની ચેતવણી અગ્રણી બ્રેઈન સાયન્ટિસ્ટે ઉચ્ચારી હતી.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના સિનિયર રિસર્ચ ફેલો અને રોયલ ઈન્સ્ટિટ્યુશન ઓફ ગ્રેટ બ્રિટનના ભૂતપૂર્વ ડિરેક્ટર બેરોનેસ ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે બાળકો તેમના માટે વિચારવાની અને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાની તેમજ વાતચીત કરવાની ક્ષમતા ગુમાવી રહ્યા છે તેનાથી તેઓ ચિંતિત છે. તેનાથી ઉલટું તેમને સોશિયલ મીડિયા અને ગેમીંગ દ્વારા સતત મનોરંજન મળી રહ્યું છે. તેનો અર્થ એ કે તેમને ત્રણ વર્ષના બાળકની માફક હર ઘડી ધ્યાન ખેંચાય તેવું કશુંક જોઈએ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter