લંડનઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને બ્રહ્માંડ વૈજ્ઞાનિક પ્રો. સ્ટીફન હોકિંગે વર્ષ ૧૯૬૬માં પી એચડી દરમિયાન જમા કરાવેલી 'પ્રોપર્ટીઝ ઓફ એક્સપાન્ડીંગ યુનિવર્સ' થીસિસ જાહેર કરી હતી. ૫૧ વર્ષ પછી જાહેર કરાયેલી ૧૩૫ પાનાની આ થીસિસ યુનિવર્સિટીની વેબસાઈટ પર અપલોડ કરાતા જ સાઈટ ક્રેશ થઈ ગઈ હતી. માત્ર ૨૪ કલાકમાં ૬૦,૦૦૦ વખત આ થીસિસ ડાઉનલોડ કરાઈ હતી. ' બ્રહ્માંડના વિસ્તરણનો આશય અને અસરનું પરીક્ષણ' આ શબ્દો સાથે થીસિસ શરૂ થાય છે.
હોકિંગની આ થીસિસ વાંચવા માટે સૌથી વધુ ૧૯૯ અરજી આવી હતી. સ્ટીફન હોકિંગ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે તેઓ બ્રહ્માંડ અને દુનિયા માટે શું વિચારતા હતા તે અને તેમના વિચારોમાં ક્યારે અને કેવી રીતે પરિવર્તન આવ્યું તે આ થીસિસથી લોકો જાણી શકશે.
થીસિસ વિશે હોકિંગે જણાવ્યું હતું,'હું ઈચ્છું છું કે દુનિયાના લોકો તારા તરફ જુએ, પગ તરફ નહીં. તેઓ એક સુંદર દુનિયાના નિર્માણ માટે લોકોને પ્રેરણા પૂરી પાડવા માગે છે. લોકો પોતાનો સમય અને શક્તિ બેકારમાં વેડફી નાખે તેમ તેઓ ઈચ્છતા નથી.'


