હોમ ટિપ્સ

Sunday 30th May 2021 07:23 EDT
 

રોજબરોજનું જીવન સરળ બનાવતી કેટલીક હોમટિપ્સ...

• વટાણા અને કેળાની છાલને ગ્રાઇન્ડરમાં વાટીને ઘરની અંદર રાખવાના છોડમાં નાખવાથી છોડ સારા થાય છે. • કપડાની નાની પોટલીમાં હળદર ભરીને એ પોટલી અનાજના ડબ્બામાં રાખવાથી જીવાત નહિ પડે. • જૂના તાળાને કાટ લાગી ગયો હોય તો ચાવીને તેલવાળી કરીને ફેરવો. • રસોડામાંથી કીડીઓને દૂર કરવા માટે કીડીના દરની પાસે જાડી કાકડીના ટુકડા મુકી દો. • એક ચમચો દહીમાં પાંચ ગ્રામ હળદર મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને સોનાનાં ઘરેણાં પર લગાવવાથી ઘરેણાં નવાં જેવા ચમકતાં થઈ જશે.
• કોઈ પણ પ્રકારની દાળ કે કઠોળમાં જીવાત પડતી અટકાવવા માટે એને ડબ્બામાં ભરતાં પહેલાં તેલ કે દિવલે ચોપડીને ભરો. • બૂટ-ચંપલને સારી ચમકદાર પાલિશ કરવી હોય તો એને રાતે પોલિશ લગાડીને રહેવા દો. પછી સવારે એનેે સારી રીતે બ્રશ કરીને ચમકાવી લો. એનાથી એ વધુ ટકાઉ અને ચમકદાર બનશે.
• વોટર કલર સુકાઈ ન જાય એ માટે એમાં ગ્લિસરિનનાં થોડાં ટીપા અમુક સમયે નાખતા રહો. વોટર કલર તાજા રહેશે. • ખાંડની ચાસણી બનાવતા હો અને એમાં મેલ હોય તો એને ઉપર લાવવા માટે એમાં લીંબુનો રસ અથવા તો એક ચમચી દૂધ રેડવાથી ચાસણીમાંનો બધો જ મેલ ઉપર આવી જશે. એ ધીમેથી લઈ લેવાથી ચાસણી ચોખ્ખી થઈ જશે. • રોટલી કે પરોઠાં માટેનો લોટ ફ્રિજમાં મૂક્યો હોય તો એ કાઢીને તરત રોટલી-પરોઠાં ન બનાવો. રોટીલ -પરાંઠાં બનાવવાં હોય એના અડધા કલાક પહેલાં જ એને ફ્રિજમાંથી બહાર કાઢીને મૂકી દો. •રૂમમાં ખાવાથી વાનગીઓની ગંધ બેસી જાય છે. એ ગંધને દૂર કરવા માટે બે કપ પાણીને એક ચમચી તજ-લવિંગના પાઉડર સાથે ઉકાળો અને બે-ત્રણ મિનિટ ગેસ પર રાખો. રૂમમાંથી વાસ દૂર થઈ જશે. • હાથમાં ચીકાશ લાગી હોય તો સાફ કરવા માટે સાબુ સાથે બૂરું ખાંડ વાપરી જોજો, ચીકાશ દૂર થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter