હોમ ટિપ્સ

Saturday 10th July 2021 05:05 EDT
 

રોજબરોજના જીવનને સરળ બનાવતા ઘરેલુ નુસ્ખા...

• વાળમાંનો ખોડો દૂર કરવા હુંફાળું ઓલિવ ઓઈલ, કોપરેલ અને લીંબુનો રસ ભેળવી વાળમાં લગાડવું. ત્યારબાદ ગરમ પાણીમાં બોળીને નીચોવેલો ટુવાલ વાળ ફરતે ૧૫ મિનિટ બાંધી રાખી વાળ ધોઇ લેવા.
• મહેંદી, એક ઇંડુ, અડધા લીંબુનો રસ અને એક ચમચો કોફી પાવડર મિક્સ કરીને વાળમાં ૪૫ મિનિટ લગાડી રાખી વાળ ધોવાથી વાળની સફેદી ઓછી થાય છે.
• બાળકના દૂધની શીશી ધોવા માટે બાટલીમાં ઠંડુ પાણી તથા બે ચપટી સોડા નાખીને ખૂબ હલાવો અને પછી સાદા પાણીથી ધોઇ નાંખો.
• નાના બાળકને તાવને કારણે પરસેવો વળે તથા હાથ-પગ ઠંડા લાગે તો સૂંઠ ચૂર્ણને શરીરે હળવે હાથે લગાડવાથી સારું લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter