ઘરે અજમાવી જૂઓ આ નુસખા
• કોઇ પણ શાકમાં દહીં નાખતી વખતે એક વાતનું ધ્યાન રાખો. દહીં ધીરે-ધીરે નાખો અને સતત હલાવતા રહો. નહીં તો દહીં ફાટી જશે અને શાકનાં રંગરૂપ બગડી જશે.
• ચામડાની વસ્તુ પર કદી મીણબત્તી કે તેલનો ઉપયોગ ન કરવો, કારણ કે એનાથી ચામડા પર એક પડ જામી જાય છે અને તેના પર મેલ, ધૂળ વગેરે વધુ જમા થશે.
• વાસણમાંથી કેરોસીનની વાસ કાઢવા બાફેલા બટાટાના પાણીથી એને ધોઈ નાંખો.
• ફુદીનાને સૂકવી એનો પાઉડર બનાવીને રાખી મૂકશો તો જરૂર પડે ત્યારે ઝડપથી ચટણી બનાવી શકાય છે.
• બટાટા બાફતી વખતે પાણીમાં થોડું મીઠું નાખી દો, એનાથી બટાટા બફાયા પછી ફાટી નહિ જાય.
• નંગવાળા દાગીનાને સાફ કરવા માટે હૂંફાળા પાણીમાં અરીઠા કે સાબુની ભૂકી નાખીને થોડી વાર રહેવા દો. પછી નીચે એક વાસણ રાખી બે-ત્રણ પાણીએ ધોઈ નાખો. નંગવાળા દાગીનાને ક્યારેય બ્રશથી સાફ ન કરો. બ્રશથી સાફ કરવાથી નંગ નીકળી જવાનો ખતરો રહે છે.
• કપડા પર માટીના ડાઘ પડી ગયા હોય તો ડાઘવાળી જગ્યા પર ડુંગળી ઘસો. પછી એને સાબુના પાણીમાં ધોઈ નાખો. ડાઘ નીકળી જશે.
• મચ્છર થતા હોય એવા ખૂણામાં કેરોસીનમાં સાબુ મેળવીને છાંટતા રહો. મચ્છર ભાગી જશે.

